સુરતમાં(Surat)સરથાણા ખાતે ટુર એન્ડ ટ્રાવેર્લ્સ ઓપરેટર અને તેના મિત્રનું બીટકોઇનના(Bitcoin)રૂપિયાની લેતી દેતીના વિવાદમાં સાઢુભાઇએ બોગસ સીબીઆઈ અધિકારી સાથે મળીને સાઢૂભાઈનું અપહરણ(Kidnapping) કરી માર માર્યો હતો. જ્યારે ક્રાઈમ બ્રાંચે આ કેસમાં બોગસ સીબીઆઈ અધિકારી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના સરથાણા જકાતનાકા પાસે ગોકુલ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં શનિવારે કેટલાક શખ્સોએ સીબીઆઈના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી એજન્ટ દિપક વઘાસિયા અને તેના મિત્રનું કારમાં અપહરણ કરી ગયા હતા. અપહરણકર્તાઓ બંને યુવકોને ડુમસ રોડની રાજહંસ બેલીજામાં એ બિલ્ડિંગમાં લઈ ગયા હતા. જ્યાં 4 સીબીઆઈના બની બેઠેલા ઓફિસરો સાથે ટ્રાવેલ્સ એજન્ટનો સગો સાઢુભાઈ અને તેનો ભાઈ સહિત 7 જણા સામેલ હતા.એજન્ટનો તેના સાઢુભાઈ સાથે બીટકોઇનના કરોડો રૂપિયાની લેતીદેતી બાબતે માથાકૂટ ચાલી રહી છે.
પોલીસે એજન્ટ દીપક વધાસીયા અને તેના મિત્ર વિપુલ ગોદાણીના મોબાઇલ સંપર્ક કરવાની કોશિશ કરી
જેને લઈને સાઢુભાઈએ રૂપિયા પડાવવા માટે નકલી સીબીઆઈના ઓફિસરોને લાવી એજન્ટ અને તેના મિત્રને ધમકાવ્યા હતા.આ ઘટનામાં એજન્ટના ભત્રીજાએ 100 નંબર પર પોલીસ કંટ્રોલરૂમને અપહરણ બાબતે જાણ કરી હતી. આથી સરથાણા પોલીસ એજન્ટની ઓફિસે દોડી આવી હતી. પોલીસે એજન્ટ દીપક વધાસીયા અને તેના મિત્ર વિપુલ ગોદાણીના મોબાઇલ સંપર્ક કરવાની કોશિશ કરી જો કે બંને મોબાઇલ બંધ આવતો હતો. અને ત્યારબાદ દિપક વઘાસિયાને ધાક ધમકી આપી છોડી મુકવામાં આવ્યો હતો અને જે મામલે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઇસમો મુંબઈના અંધેરી ખાતે એક હોટેલમાં છુપાયા હતા
આમ બનાવની હકીકત ગંભીર હોવાના કારણે સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે સીબીઆઈના બની બેસેલા ઓફિસરો અમે ગુનેગારો સીસીટીવી કેમેરામાં નજરે ચડે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ના આધારે તપાસ શરૂ કરી ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે કે અપહરણ કરનાર કેટલાક ઇસમો મુંબઈના અંધેરી ખાતે એક હોટેલમાં છુપાયા છે ત્યારે તાત્કાલિક સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પહોંચી હતી અને બોટલમાંથી અપહરણ કરનાર ચાર ઈસમોની અટકાયત કરી સુરત ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસ દ્વારા કરતી દ્વારા પૂછપરછ કરતા એક પછી એક અગત્યની હકીકત બહાર આવી હતી જેની અંદર મુખ્ય આરોપી બપોરે જે વ્યક્તિને થયું હતું તેનો સાઢુભાઈ જતો અને તેને જ પોતાના રૂપિયા કઢાવવા માટે આ કાવતરું ઘડયું હોવાનું બહાર આવતાની સાથે જ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત કુલ 9.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર, મુંબઇ ખાતેથી મુંબઇ અંધેરી ઇસ્ટ ચકાલા કાજુવાડી નજીક આવેલી સમ્રાજ હોટલમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓની પુછપરછ કરતા ભદ્રેશ સભાડીયાએ જણાવ્યું હતું કે, પોતાના મોટાભાઇ વિજય સભાડીયાના સાઢુ દીપક વઘાશીયા સાથે બીટકોઇનની રકમ અંગે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. 10 કરોડના બીટકોઈન લઈ ગયા બાદ તેના રૂપિયા પાછા આપવા નહીં માંગતા હતા. જેથી પોતાના ઓળખીતા ગુણવંત અરૂણભાઇ રાણપરીયાના ઓળખીતા શાહ મુંબઇ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. અને તેના મારફતે સી.બી.આઇ. ઓફીસર તરીકે મુકેશ ઉર્ફે બ્રિજેશીંગ ઉર્ફે .એસ.મહારાણા શિવનપ્રસાદ યાદવ તથા બ્રિજભાનસીંગ ગુરૂપ્રસાદ યાદવને બોલાવ્યા હતા. તેમજ દીપક વધાશીયાનુ અપહરણ કરી તેને બીટકોઇન અંગેની ખોટી સ્કીમોના પ્રકરણમા ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત કુલ 9.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીના નામ :
(૧) ભદ્રેશ રામજીભાઇ સભાડીયા (ઉવ.39 ધંધો-ટ્રાન્સપોર્ટ રહે. લક્ષ્મીકાંત બંગ્લોઝ, કામરેજ તથા મુળ ભાવનગર)
(૨) ગુણવંતભાઇ અરૂણભાઇ રાણપરીયા (ઉવ.34 ધંધો-કન્સટ્રકશન, રહે. પંચરત્ન એવન્યુ નિકોલરોડ અમદાવાદ તથા હાલ રહે હીમગીરી બંગ્લોઝ, અડાજણ)
(૩) બ્રિજભાનસીંગ ગુરૂપ્રસાદ યાદવ (ઉવ. 41 રહે. કીલામોહંમદી નગર સેક્ટર એન અફીન કોઠી આશીયાના લખનઉ, ઉત્તરપ્રદેશ)
(૪) મુકેશ ઉર્ફે બ્રિજેશસીંગ ઉર્ફે બી.એસ.મહારાણા શિવનપ્રસાદ યાદવ (ઉવ.28 રહે. ગાવ-ધમોલ ટોલાટીટહીયા પોસ્ટ ટારગીર, બિહાર)
બોગસ સીબીઆઈ કર્મી બિહારથી મુંબઈ ફ્લાઈટમાં આવ્યો મુકેશ મુળ બિહારનો વતની છે. તે બે વર્ષથી સીબીઆઈ અધિકારી બનીને ફરે છે. તેની પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમને સી.બી.આઇ. ના વીઝીટીંગ કાર્ડ, સી.બી.આઇ. નામ તથા ડેઝીગનેશન વાળો રબર સ્ટેમ્પ અને આઈ કાર્ડ, લોગો વાળું બ્લેઝર મળી આવ્યા હતા. અસલ જેવા દેખાતા કાર્ડ અને સિક્કા જોઈને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ થાપ ખાઈ ગઈ હતી. મુકેશ પટનાથી મુંબઈ ફ્લાઈટમાં આવ્યો હતો. બાદમાં મુંબઈથી બાય રોડ સુરત આવી રાજહંસમાં તેને ફ્લેટ રાખ્યો હતો.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/bSvdFel
via IFTTT