Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Jammu and Kashmir: કુલગામના અદુરામાં આતંકવાદીઓએ સરપંચની ગોળી મારીને હત્યા કરી, પુલવામામાં સેના સાથે અથડામણ ચાલુ

2 min read
Terrorist

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) કુલગામ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ (Terrorists) અહીંના અદુરા વિસ્તારમાં સરપંચની ગોળી મારીને હત્યા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અદુરા વિસ્તારમાં રાત્રે લગભગ 8:50 વાગ્યે શબ્બીર અહેમદ મીરને તેના ઘરની નજીક આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે કુલગામના અદુરા વિસ્તારમાં આતંકવાદીઓએ સરપંચ શબ્બીર અહેમદ મીર પર ગોળીબાર કર્યો. બાદમાં સરપંચનું હોસ્પિટલમાં મોત થયું હતું. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વિસ્તારમાં સર્ચ ચાલુ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે મૃતક સરપંચ શબ્બીર અહેમદ મીરને શ્રીનગરની એક સુરક્ષિત હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસને જાણ કર્યા વગર તે હોટલમાંથી નીકળીને તેના ઘરે પહોંચી ગયો હતો.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ હુમલાની નિંદા કરી

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કુલગામમાં સરપંચ શબ્બીર અહેમદ મીર પર થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. અમારી પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદી ઇકોસિસ્ટમને નષ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે, તેમણે કહ્યું.

પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

બીજી તરફ, શુક્રવારે સાંજે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ચેવકલાનમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર શરૂ થયું.

આ પણ વાંચો : 5 રાજ્યોમાં કારમી હાર બાદ G-23 નેતાઓની બેઠક, મનીષ તિવારી અને કપિલ સિબ્બલ ગુલામ નબી આઝાદના ઘરે પહોંચ્યા

આ પણ વાંચો : Assembly Election Results: મણિપુરમાં JDUએ 6 બેઠકો જીતી, નીતિશ કુમારે જનતાનો આભાર વ્યક્ત કર્યો



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/CuxEV4g
via IFTTT
I.T. engineer

You may like these posts

Post a Comment