
વરુણ ધવન (Varun Dhawan) અને રશ્મિકા મંદાનાએ (Rashmika Mandanna) ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ સોંગ ‘અરેબિક કુથુ ચેલેન્જ ડાન્સ’ કર્યો છે અને ત્યારથી તેઓ બંને ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડિંગ પેજ પર ચમકી રહ્યા છે. આ ડાન્સ ચેલેન્જના એક ભાગ રૂપે, બંને સ્ટાર્સ થાલાપતિ વિજય અને પૂજા હેગડેના વાયરલ ગીત હલામિથી હબીબો ફ્રોમ બીસ્ટ પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. જેમાં તેમની જોડી દરિયા કિનારે રેતી પર ડાન્સ કરતી જોઈ શકાય છે. વરુણ ધવને આ પોસ્ટને કેપ્શન આપ્યું છે કે, “યો હબીબો. રેતી પર ડાન્સ કરવા વિશે.” આ વાયરલ વીડિયોને તેમના ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.
View this post on Instagram
રશ્મિકા મંદાનાએ એક કોમર્શિયલ માટે મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યાંથી ફિલ્મ કિરિક પાર્ટીના નિર્માતાઓએ તેને રક્ષિત શેટ્ટીની સામે મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી. તેની પ્રથમ ફિલ્મની સફળતા પછી, તેણી મહેશ બાબુ સાથે ફિલ્મ સરીલેરુ નીકેવરુમાં પણ જોવા મળી હતી. તેણી તાજેતરમાં સુપરહિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝમાં (Pushpa : The Rise) જોવા મળી હતી, જેમાં અલ્લુ અર્જુન અને ફહદ ફાસીલની ભૂમિકા પણ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આા લોકપ્રિય અભિનેત્રી ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરશે. તેણી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુડબાયમાં અભિનય કરશે, જેનું દિગ્દર્શન વિકાસ બહલ કરશે. ‘મિશન મજનૂ’ પછી ‘ગુડબાય’ રશ્મિકાની બીજી બૉલીવુડ ફિલ્મ હશે.
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનનો (David Dhawan) પુત્ર વરુણ ધવન ઓક્ટોબર, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, એબીસીડી 2, બદલાપુર અને દિલવાલે જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતો છે. તેણે 2012ની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે છેલ્લે સારા અલી ખાન (Sara Ali Khan) સાથે કુલી નંબર 1ની રિમેકમાં જોવા મળ્યો હતો, જે 2020માં રીલીઝ થઈ હતી.
વરુણ ધવન આગામી ફિલ્મ જુગ જુગ જીયોમાં જોવા મળશે, જેમાં વરુણ ઉપરાંત અનિલ કપૂર, નીતુ કપૂર, કિયારા અડવાણી અને પ્રાજક્તા કોહલી સહ કલાકાર છે. તે કૃતિ સેનન (Kriti Senon) સાથે ફિલ્મ ભેડિયામાં પણ જોવા મળશે.
આ પણ વાંચો – શું તમને ઢીંચક પૂજા યાદ છે ? આ વખતે ‘ઢિંચક’ ગાયિકાએ તેના એક નવા વાયરલ ગીત સાથે કર્યું કમબેક
આ પણ વાંચો – ‘ડેબ્યૂ બાદ અમિતાભ બચ્ચન કોર્પોરેશને મને સપોર્ટ ન કર્યો’, અરશદ વારસીનો ચોંકાવનારો ખુલાસો
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/0HBtTNs
via IFTTT