Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રકાશ આંબેડકરે લગાવ્યો આ ગંભીર આરોપ, રાજકારણ ગરમાયુ

Prakash Ambedkar slams maharashtra cm uddhav thackeray maha vikas aghadi over msrtc workers st strike

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) માત્ર નામના જ મુખ્ય પ્રધાન છે. તેમની આસપાસ ચોરો અને લૂંટારાઓનો જમાવડો છે. તેઓ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC Strike) ના કર્મચારીઓની હડતાલને એક તક તરીકે જોઈ રહ્યા છે. તેઓએ પોતાની ખાનગી બસો ચલાવવી છે. તેથી જ તેમને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. તેમનો હેતુ કર્મચારીઓના પ્રશ્નો હલ કરવાનો નથી. તેના બદલે, તેઓ ઈચ્છે છે કે હડતાળ ફ્લોપ જાય અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો બંધ થાય. બહુજન વિકાસ આઘાડીના વડા અને ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. તેઓ બુધવારે (9 માર્ચ) શિરડીમાં તેમના કાર્યકરોની ત્રણ દિવસીય તાલીમ શિબિર સંબંધિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

એવા સમયે જ્યારે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને ધારાસભ્ય સદભાઉ ખોત ફરી એકવાર કર્મચારીઓના આંદોલનમાં કૂદવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પ્રકાશ આંબેડકરે સીએમ ઉદ્ધવ ઠાકરે અને મહા વિકાસ આઘાડી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. છેલ્લા પાંચ મહિનાથી રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓએ હડતાળ શરૂ કરી છે. કોર્પોરેશનને રાજ્ય સરકારમાં મર્જ કરવાની માંગણી હાઈકોર્ટે રચેલી કમિટીએ ફગાવી દીધી છે. જેના કારણે મામલો વધુ ગુંચવાઈ ગયો છે.

‘ સૌથી પહેલા સમર્થન આપ્યું હતુ, સૌથી પહેલા ચેતવણી આપી હતી’

આ સમગ્ર મામલે પ્રકાશ આંબેડકરે કહ્યું ‘તેમની પાર્ટી વંચિત વિકાસ આઘાડી એસટી કર્મચારીઓને સમર્થન આપવા માટે સૌથી પહેલા આવી. જો મુશ્કેલીઓ વધશે તો આંદોલન નહીં ખેંચવાની પણ સલાહ આપી હતી. ખોટા લોકોની આગેવાનીથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને આ દિવસ જોવો પડ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ઉકેલ શોધવાની બે વાર તક મળી. પરંતુ ઉદ્ધવ ઠાકરે નામના જ મુખ્યમંત્રી છે. તેઓ કોઈ કામના નથી. આ રીતે પ્રકાશ આંબેડકરે મુખ્યમંત્રી પર જોરદાર પ્રહારો કર્યા હતા.

‘ચોરો અને લૂંટારાઓની સરકાર, તેમને માત્ર પોતાના સ્વાર્થ માટે પ્રેમ’

પ્રકાશ આંબેડકરે કહ્યું ‘રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચના આધારે પગાર ચૂકવવો પડશે. આ ચોરો અને લૂંટારાઓની સરકાર છે. કામ પર આવેલા કર્મચારીઓ પાસેથી વસૂલાત શરૂ થઈ ગઈ છે. જેટલા દિવસો સુધી કામ પર નથી ગયા, તેટલા દિવસોની ભરપાઈ શરૂ છે. સરકારે આ હડતાળને દરેક કિંમતે ફેલ કરવી છે. સત્તામાં રહેલા લોકોએ પોતાની બસો ચલાવવી છે. હડતાળના કારણે તેમને તક મળી છે. સરકારી બસો બંધ કરો અને તમારી પોતાની ખાનગી બસો ચાલુ કરો. આ માટે ધારાસભ્યો, રાજ્યકક્ષાના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને સત્તા પર બેઠેલા રાજકીય પક્ષોના પ્રમુખો દ્વારા પણ પ્રયાસ ચાલુ છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં માવઠું! નાસિકમાં દ્રાક્ષ, ડુંગળી તો કોંકણમાં કેરી, કાજુના પાકને નુક્સાન, ખેડૂતોની હાલત કફોડી



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Xi2r1oP
via IFTTT
I.T. engineer

Post a Comment