સરકારે આર્થિક કારણોસર ટેલિકોમ કંપનીઓ BSNL અને MTNL (BSNL-MTNL Merger) ના મર્જરને મુલતવી રાખ્યું છે. સરકારે આજે સંસદમાં આ માહિતી આપી. સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપી હતી કે નાણાકીય સ્થિતિને જોતા સરકારે વિલીનીકરણના (proposal for the merger) આ પ્રસ્તાવને હાલ પૂરતો ટાળી દીધો છે. જોકે, ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL) અને ભારત સંચાર નિગમ લિમિટેડના મર્જર પર હાલમાં કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપી હતી કે BSNL સ્વદેશી 4G આધારિત ટેલિકોમ નેટવર્ક સ્થાપિત કરવા માટે દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર સ્થાપશે.
BSNL, MTNLનું મર્જર મોકૂફ
સંચાર રાજ્ય મંત્રીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે 23 ઓક્ટોબર, 2019ના રોજ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ની રિકવરી પ્લાનને મંજૂરી આપી હતી. જેમાં અન્ય બાબતોની સાથે એમટીએનએલ અને બીએસએનએલના વિલીનીકરણ માટે સૈદ્ધાંતિક મંજૂરીનો સમાવેશ થાય છે, એમટીએનએલનું બીએસએનએલ સાથે વિલીનીકરણ ઊંચા દેવા સહિતના નાણાકીય કારણોસર સ્થગિત કરવામાં આવ્યું છે.
બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવાર, જેઓ એમટીએનએલના વડા પણ છે, તેમણે સંસદીય પેનલ સમક્ષ રજૂઆત કરી હતી કે DoT એ SPV દ્વારા MTNL અને તેની અસ્કયામતોના રૂ. 26,500 કરોડથી વધુના દેવાના બોજને દૂર કરવાનું વિચારવું જોઈએ.
તેમણે સૂચન કર્યું કે આ પછી MTNL ને BSNL સાથે મર્જ કરી દેવી જોઈએ. એમટીએનએલના સીએમડીએ પેનલને જણાવ્યું હતું કે આ દેવું ધરાવતી કંપનીઓને કોઈપણ સંજોગોમાં રિકવર કરી શકાતી નથી.
BSNL 1.2 લાખ ટાવર લગાવશે
બીજી તરફ, લોકસભામાં અન્ય એક પ્રશ્નના જવાબમાં, સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે દેશભરમાં સ્વદેશી 4G આધારિત ટેલિકોમ નેટવર્ક લાગુ કરવામાં આવશે અને BSNL દેશભરમાં લગભગ 1.12 લાખ ટાવર સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે બીએસએનએલને તરત જ 6 હજાર ટાવર અને થોડા સમય બાદ વધુ 6 હજાર ટાવરની ઓર્ડરની પ્રક્રિયા ચાલુ છે. તે જ સમયે, અન્ય એક જવાબમાં, તેમણે જણાવ્યું હતું કે જો સંચાર માટે 5G નેટવર્ક ઉપલબ્ધ હોય તો જ ટ્રેનોમાં ઇન્ટરનેટ કનેક્શન પ્રદાન કરી શકાય છે. કારણ કે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી ટ્રેનમાં 4જી ટેક્નોલોજીની સમસ્યા આવતી હોય છે.
આ પણ વાંચો : Forbes Billionaires List 2022: સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/jkGc1Hy
via IFTTT