Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

બોટાદ લઠ્ઠાકાંડ: અત્યાર સુધીમાં 19 લોકોના મોતની પુષ્ટિ, ATS દ્વારા એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ, DYSP દ્વારા SITની રચના

ATS Arrested one more person in Hooch tragedy in botad

બોટાદમાં સંભવિત લઠ્ઠાકાંડથી (Hooch tragedy) 19 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને  29 લોકો ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.  પૈકી રોજીદ (Rojid)ગામના  5 લોકોનો સમાવેેશ થાય  છે.  ચંદરવા ગામના 2 લોકોનો સમાવેશ થાય છે. આકરૂ ગામના 3નો સમાવેશ થાય છે. બોટાદના ઝેરી દારૂકાંડ મામલે  આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. તો બીજી તરફ બરવાળાથી ઝેરી દારૂકાંડમાં પોલીસે કેમિકલ જપ્ત કર્યું છે  અને ATS  દ્વારા રાજુ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાજુએ  લાંભાની કેમિકલ ફેક્ટરીમાંથી બરવાળામાં સંજય નામના  વ્યક્તિને  કેમિકલ  સપ્લાય કર્યું હતું.

ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માંગ્યો જવાબ

બોટાદ જિલ્લાની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માંગ્યો છે.  મૃતક પૈકી 2ની અંતિમ વિધિ ગઈ કાલે જ થઈ ચૂકી છે આ  ઘટનામાં દારૂ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કેમિકલ જપ્ત કરીને ગાંધીનગર મોકલ્યું

આ ઘટનામાં પોલીસે પિન્ટુ નામના એક શખ્સની અટકાયત પણ કરી છે.  તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો. પિંટું કેમિકલ અમદાવાદથી લાવતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો. જો કે, આ કેમિકલ અમદાવાદના ક્યાં સ્થળેથી અને કોની પાસેથી લવાતું તે અંગે જાણી શકાયું નથી. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ કેમિકલ પણ ગાંધીનગર તપાસ માટે મોકલી દેવાયું છે.

સરપંચ અને ધારાસભ્યની દારૂબંધી માટેની રજૂઆતો ન સાંભળી , હવે પોલીસ થઈ દોડતી

આ ઘટનામાં રોજીદ ગામના સરપંચે  પત્ર લખીને કરેલી રજૂઆત ધ્યાને લેવામાં આવી  ન હતી. તેમજ ધંધુકાના ધારાસભ્યની રજૂઆત પણ  કેમ સાંભળવામાં ન આવી તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ગુજરાત ATS પણ તપાસ માટે પહોંચી

ઝેરી દારૂ પીવાથી 18  લોકોના મોતનો કેસમાં ATSના DIG દિપેન ભદ્રન અને SP સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા.

બોટાદના વિવિધ ગામના 19 લોકોનાં મોત, આંકડો  વધવાની શક્યતા

બોટાદની ઘટાનામાં ઝેરી દેશી દારૂ પીવાથી પ્રથમ 10 લોકોના મોતની પુષ્ટિ  કરવામાં આવી હતી ત્યાર બાદ આ આંકડો સતત વધી રહ્યો છે.  અને  આંકડો વધીને 19નો થયો છે.

લઠ્ઠો પીવાને કારણે મોતને ભેટેલા 10 મૃતકોના નામ

રોજીદ ગામના મૃતક

વશરામભાઇ પરમાર
ઘનશ્યામભાઇ વેરશી ભાઇ

અણીયારી ગામના મૃતક
બળદેવભાઇ મકવાણા
હિંમતભાઇ વડદરિયા
રમેશ ભાઇ વડદરિયા(સગાભાઇ)

આકરુ ગામ
કિશન ભાઇ ચાવડા
ભાવેશ ભાઇ ચાવડા(સગાભાઇ)
પ્રવિણ ભાઇ કુંવારિયા

ચંદરવા ગામ
અરવિંદ ભાઇ સીતાપરા

ઇર્શાદભાઇ કુરેશી

રેન્જ આઇજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે

બોટાદ જિલ્લાના  બરવાળાના રોજીદ ગામે   બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા  રેન્જ આઇજી સહિત એસપી સહિતનો પોલીસ કાફલો  ઘટના સ્થળે પહોંચ્યો હતો.  ઉપરાતં રેન્જ આઇજીએ  બોટાદ ખાતે  હોસ્પિટલની મુલાકાત લઇને  સમગ્ર વિગતો અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. દેશી દારૂની ઝેરી અસરની ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ભાવનગરથી ડોક્ટરની ટીમ બોટાદ જવા રવાના

બોટાદ એસપીની સૂચના બાદ ભાવનગરની  સર ટી.  હોસ્પિટલમાંથી મેડીકલ  ટીમ આઇસીયુ  એમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી.

કલેક્ટર અને પોલીસ કાફલો ગામની મુલાકાતે

સંભવિત લઠ્ઠાકાંડની  શક્યતાને પગલે   નાયબ કલેકટર, પ્રાત અધિકારી અને મામલતદાર રોજિદ ગામની મુલાકાતે પહોંચ્યા છે અને પોલીસ તેમજ અધિકારીઓ દ્વારા હાલમાં  ગામની મુલાકાત લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

કોંગ્રેસે કર્યાં ભ્રષ્ટાચારના આરોપ

બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડથી મોતની ઘટના પર કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતુંકે  ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવા ગૃહ વિભાગના રાજમાં લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ  સરકાર પર ચાબખા મારતા કહ્યું હતું કે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરે  છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/eVd4HTP
via IFTTT
I.T. engineer

Post a Comment