Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

વિશાળકાય સાંપના પેટમાંથી મળી અજીબોગરીબ વસ્તુ, Shocking Video જોઈ લોકો રહી ગયા દંગ

People were shocked to see a strange thing found in the stomach of a giant snake Shocking Video

આ દુનિયા અનેક પ્રાણીઓથી ભરપૂર છે. તેમાં જાત-જાતના પ્રાણીઓ જોવા મળ છે. કેટલાક જંગલમાં રહે છે, કેટલાક શહેર અને ગામમાં મનુષ્ય વચ્ચે. કેટલાક જંગલી માંસાહારી છે, તો કેટલાક શાકાહારી. કેટલાક પ્રાણીઓ નરભક્ષી છે, તો કેટલાક મનુષ્યના મિત્ર સમાન. આ પ્રાણીઓ ભિન્ન છે, તેમની પોતપોતાની વિશેષતાઓ છે. અને આ જ ભિન્નતા આ દુનિયાને વધુ સુંદર બનાવે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક વીડિયો (Animal Video) વાયરલ થતા હોય છે. લોકોને આવા વીડિયો જોવાનું ખુબ ગમે છે. તેમને તેમાંથી મનોરંજન મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ખતરનાક સાંપનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. સાંપ ખતરનાક હોય છે. પણ આ વીડિયોમાં સાંપ લાચાર છે તેમે મદદની જરુર છે. અને કેટલાક લોકો તેની મદદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોકટરો આ ખતરનાક સાંપના મોંમાં પાઈપ નાંખે છે. આ પહેલા તે સાંપ તેમને નુકશાન ના પહોંચાડે તે માટેની વ્યવસ્થા કરી છે. જેથી તે કરડી ના શકે. આ વીડિયોની શરુઆતમાં લોકો અંદાજો નહીં લગાવી શકે કે આ ડોકટરો સાંપ સાથે શું કરી રહ્યા છે. પણ થોડીવારમાં લોકોને ખબર પડે છે કે આ ડોકટરો આ સાંપની મદદ કરી રહ્યા છે. આ સાંપ કઈક ઘડી ગયો છે જેને કારણે તેને દુખાવો થઈ રહ્યો છે. અંતે તે પાઈપ દ્વારા તેના પેટમાંથી એક મોટો ટુવાલ નીકડે છે. તે નીકળી જતા તેને રાહત થાય છે અને શ્વાસ લેવામાં થતી તકલીફ દૂર થાય છે.જેને કારણે આ ડોકટરો પણ રાહત અનુભવે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયો પ્લેટફોર્મ ટ્વિટર પર Figen પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 14 મિલિયન કરતા વધારે લોકોએ જોયો છે. હજારો લોકોએ આ વીડિયો લાઈક કર્યો છે અને શેર પણ કર્યો છે. આ વીડિયોમાં દેખાય રહેલા લોકોના કામની લોકો પ્રશંસા કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/TcaPOdZ
via IFTTT
I.T. engineer

Post a Comment