સુરતના (Surat) ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી (Tapi) નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી 1.81 લાખ ક્યૂસેક પાણી છોડાયું જેના કારણે વિયરકમ કોઝવે 9.31 મીટરની સપાટી પર વહેતો થયો હતો. તો બીજી તરફ અડાજણ વિસ્તારમાં રેવા નગર ઝૂંપટપટ્ટીમાં 10 જેટલા ઝુંપડામાં પાણી ઘૂસી ગયું હતું. આ વિસ્તારમાંથી 15 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. સ્થિતી વધુ ન વણસે તે માટે સુરત ફાયર વિભાગ અને પાલિકાની (SMC) ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.
તાપી ગાંડીતૂર, નીચાણવાસના વિસ્તારોમાં એલર્ટ
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે..તો બીજી તરફ ડેમમાં ઉપરવાસમાંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.ત્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે.ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બેકાંઠે વહી રહી છે..જેને લઇ તાપી નદી આસપાસના નીચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે..
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/woXiRBD
via IFTTT