Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IND VS PAK: વિરાટ કોહલી અને રોહિત શર્માએ હદ કરી દીધી, બાળકો જેવી ભૂલ કરીને ગુમાવી વિકેટ

India Vs Pakistan Rohit Sharma hit by Virat Kohli video Asia Cup 2022

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી (Virat Kohli) ની જોડી લગભગ 8 ઓવર સુધી ક્રિઝ પર સાથે રહી હતી અને આ દરમિયાન બંને વચ્ચે 49 રનની ભાગીદારી થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે બંને બેટ્સમેનોએ એક જ ભૂલ કરી અને પોતાની વિકેટ ગુમાવી. પાકિસ્તાન સામે રોહિત શર્મા (Rohit Sharma) નું બેટ શાંત રહ્યું હતું. ભારતીય કેપ્ટન માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો અને આ માટે તેણે 18 બોલ રમ્યા હતા. રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 66.67 હતો. મોહમ્મદ નવાઝની બોલ પર રોહિત શર્માએ ખૂબ જ ખરાબ શોટ રમ્યો અને ઈફ્તિખાર અહેમદને કેચ આપી દીધો.

રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ પણ તેની વિકેટ ફેંકી હતી. વિરાટે પણ નવાઝના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને ઈફ્તિખારના હાથે કેચ થઈ ગયો. વિરાટે 34 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ પહેલા કેએલ રાહુલ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. રાહુલ નસીમ શાહના હાથે બોલ્ડ થયો હતો.

વિરાટ કોહલીએ રોહિતને સ્લીપ કરાવ્યો

આ ભાગીદારી દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે રોહિત શર્મા વિરાટ કોહલી દ્વારા શોટ માર્યા બાદ જમીન પર પડી રહ્યો હતો. રોહિત શર્મા જમીન પર કેમ પડ્યો? આ ઘટના ખૂબ જ રસપ્રદ હતી. પાવરપ્લે પુરો થયા બાદ વિરાટ કોહલીએ 7મી ઓવરમાં રોહિત શર્મા તરફ શોટ રમ્યો અને તે પછી ભારતીય કેપ્ટન જમીન પર પડી ગયો.

શાદાબ ખાનને 7મી ઓવરમાં બોલિંગ પર મૂકવામાં આવ્યો હતો. તેના બીજા બોલ પર કોહલીએ સામેથી શોટ રમ્યો જે રોહિત શર્મા તરફ ગયો. બોલ એટલો ઝડપી હતો કે રોહિતને બચવાની બહુ ઓછી તક મળી અને તેણે હાથ મૂકીને પોતાનું મોં બચાવી લીધું. આ દરમિયાન રોહિત શર્મા નીચે પડી ગયો હતો. રોહિત શર્મા નીચે પડી જવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન

કોહલી-રોહિત અને રાહુલે બેટિંગ નથી કરી પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ પોતાની ઝડપથી પાકિસ્તાનને સંપૂર્ણપણે ચોંકાવી દીધું હતું. ભુવીએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. પરિણામે પાકિસ્તાની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/6s7I8pk
via IFTTT
I.T. engineer

Post a Comment