Gandhinagar: વડાપ્રધાને ચૂંટણી રણનીતિ અંગે આપ્યો જીતનો મંત્રી: જીતુ વાઘાણી
2 min read
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat vidhan sambha Election 2022) અગાઉ ચૂંટણી મંત્ર આપ્યો હતો અને બેઠક યોજીને ચૂંટણીની રણનીતિ અંગે સીધું માર્ગદર્શન આપ્યા બાદ દિલ્લી જવા રવાના થયા હતા. કમલમ ખાતે થયેલી બેઠક બાદ પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu vaghani) આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ કમલમ (Kamlam) ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો હતો. કમલમમાં આશરે બે કલાક સુધી વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે મંથન કર્યું હતું.
ચૂંટણી પહેલા વડાપ્રધાન એક્શન મોડમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે, ત્યારે પ્રધાનમંત્રી અવારનવાર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વડ઼ાપ્રધાને ઘણા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું તો આજે દિલ્લી જવા માટે વિદાય લેતા પહેલા કમલમ ખાતે ડીનર ડીપ્લોમસીનું આયોજન કર્યું હતું. આશરે 5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને બેઠક યોજી હતી. બેઠકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરાઈ. પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી. સાથે જ વડાપ્રધાને સરકાર અને સંગઠનની નબળી અને ખુટતી કડીઓને જોડવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં ઉમેદવારની પસંદગી અને પ્રક્રીયા પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે.
આજે વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં 4,400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ. વડાપ્રધાને 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું (Smriti Van Memorial) લોકાર્પણ કરી દીધુ છે. 175 એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર 12,932 સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ 1020 નેમ પ્લેટો, તેમની યાદમાં 3 લાખથી વધુ વૃક્ષો અને 10.કિ.મીનો પાથ વે તેમજ 50 ચેકડેમ, 3 એમીનીટીઝ બ્લોક, અર્થ કવેક મ્યુઝિયમ, 15 કિ.મી.નો ફોર્ટ વોલ, 1 મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા આપણા પરિજનોની સ્મૃતિરૂપે બનાવાયુ છે સાથે સાયન્સ સેન્ટર પણ બનાવાયુ છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/aSH6BK8
via IFTTT
Surat : 08 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસની ઉજવણી નિમિતે આપણે આજે ગુજરાતની એવી સાત મહિલાઓની વાત કરીશું કે …
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) 15 એપ્રિલ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં દક્ષિણ આફ્રિકાના ટોચના ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે મધ્યસ્થતા શોધવા માટે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના ક્રિકે…
ભારતીય અંડર-19 ટીમ માટે વર્લ્ડ કપ જીતવાથી લઈને ટીમ ઈન્ડિયા (Team India) માટે 100 ટેસ્ટ મેચ રમવા સુધી, વિરાટ કોહલી (Virat Kohli) એ ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે અને મોટી સિદ્ધિઓ મે…
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) બીજા ક્રમે છે. તેણે આ મામલે પૂર્વ દિગ્ગજ કપિલ દેવ (Kapil Dev) ને પાછળ છોડી દીધ…