આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં (Gujarat) ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે..? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).
બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકો જાણો વિદેશના ગામડાં વિશે
શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.
વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…
શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.
અહીં જુઓ ગામડાંનો વીડિયો….
પશ્ચિમ ઈંગ્લેન્ડના ગામડાંમાં નાના-મોટાં મકાનો જોવા મળી રહ્યા છે. ખેતરો પણ લીલાછમ દેખાય રહ્યા છે. ત્યાંના લોકો અલગ અલગ પાકોની ખેતી કરે છે. ગામમાં પણ મોર્ડન ઘર જોવા મળી રહ્યા છે. ગામડા પણ ત્યાં મોટી સુપર માર્કેટ તેમજ મોટાં શો-રૂમ જોવા મળી રહ્યા છે. આ ગામડાંમાં અનેક ફરવાલાયક સ્થળો છે, જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો. આ ગામમાં અંગ્રેજ વારસો જોવા મળે છે. અંગ્રેજી વારસો અને તેમની સંસ્કૃતિ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણપણે સુસંગત અને અગ્રણી છે. પશ્ચિમ ઈંગ્લેન્ડનું આ ગામ હેરિટેજ વિલેજ છે. ત્યાં આજુબાજુ રહેતા લોકો ફરવા માટે આવે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/X3HPQVa
via IFTTT