Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Surat : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ સામે ગંભીર આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ

Grishma Vekariya Murder Accused Fenil

સુરતમાં(Surat)  ગ્રીષ્મા હત્યા(Grishma Murder ) કેસના આરોપી ફેનિલ સામે ગંભીર આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે..હત્યા કેસની ટ્રાયલમાં બુધવારે આરોપી ફેનિલ (Fenil) ગોયાણીની કોલેજ કાળની માનેલી બહેનને ફોન કરવાની હરકત સામે આવી હતી. ફેનલે સાક્ષી યુવતીને કોલ કરીને કહ્યું હતું કે, ‘તું મારી ફેવરમાં જુબાની આપજે. જેલમાંથી કરાયેલા આ કોલની વિગતો પોલીસ અને સરકારી વકીલ સુધી પહોંચતાં કોર્ટમાં એક અરજી પણ થઈ હતી જેમાં આરોપી સામે પગલાં લેવા જણાવાયું હતું.સવારે ફેનિલે જેલમાં 5 રૂપિયા ભરીને બહેનને કોલ કર્યો હતો. તેણે જેલરને કહ્યું કે ‘મારે મારી બહેનને કોલ કરવો છે સાક્ષીએ કોર્ટમાં જણાવ્યુ હતું કે, ફેનિલ ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો. પરંતુ અમને લાગતું હતું કે તે મજાક કરે છે..પરંતુ ટીવી પર જોયુ ત્યારે મને હત્યાની ખબર પડી.

ઉલ્લેખનીય છે કે,  આ પૂર્વે  સુરત જિલ્લામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ માં ફેનિલની ધરપકડડ કરનારા પોલીસ કર્મચારી સહિત અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સુરત કોર્ટ માં ફેનિલે ડિસ્ટ્રીક્ટ જજને કહ્યું કે, મારે તમને મળવું છે, આ સાથે જ ડિસ્ટ્રીક્ટ જજે પ્રત્યુત્તર આપતા કહ્યું કે, તમને એક આરોપી તરીકેના હક્કો મળશે, પરંતુ વીઆઇપી સુવિધા નહીં મળે. જે કહેતા જ થોડા સમય માટે કોર્ટમાં સન્નાટો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad : SVPI એરપોર્ટે સર્જ્યો નવો વિક્રમ, 48 દિવસમાં રનવેનું કામકાજ પૂર્ણ કર્યું

આ પણ વાંચો :  Gandhinagar: પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલીકાનું દહન, પરંપરાગત હોળીના દર્શન માટે જનમેદની ઉમટી



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/dfUIlMB
via IFTTT
I.T. engineer

Post a Comment