
આપણે બધા રંગોના (Holi) તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત રહીએ છીએ. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. તે સૌથી પ્રિય ભારતીય તહેવારોમાંનો એક છે. કોઈપણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ વાનગીઓ વિના અધૂરો છે. આ વખતે રંગોનો તહેવાર હોળી (Holi Party) 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીના દિવસે વિવિધ પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. જો તમે હોળીની પાર્ટીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે શું બનાવવું તે અંગે મૂંઝવણમાં છો. તો આવી સ્થિતિમાં, અહીં તમને કેટલીક પરંપરાગત વાનગીઓ (Holi Party Recipes) વિશે જણાવવામાં આવ્યું છે. તમે તેમને તમારી સૂચિમાં ઉમેરી શકો છો. તમારા મહેમાનોને પણ આ વાનગીઓ ગમશે.
ગુજિયા (મીઠા ઘુઘરા)
હોળીનો તહેવાર ગુજિયા ખાધા વિના અધૂરો છે. આ મીઠાઈ હોળી પર બનાવવામાં આવે છે. તેમાં માવા, ડ્રાયફ્રૂટ્સ અને એલચી હોય છે. તમે ગુલકંદ અથવા નારિયેળનો ઉપયોગ કરીને પણ આ બનાવી શકો છો. તમે ચોકલેટ સાથે પણ બનાવી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
ઠંડાઈ
ઠંડાઈ ઉત્તર ભારતમાં લોકપ્રિય પીણું છે. આ પીણું દૂધ, સૂકા ફળો, ગુલાબ અને ઠંડા મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે ઉનાળામાં તમને ઠંડક આપવાનું કામ કરે છે. ઠંડાઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ગુલકંદ પણ ઉમેરી શકો છો.
માલપુઆ
માલપુઆ પેનકેક જેવું છે. તે ઘઉંના લોટ, ખાંડ, દૂધ, માવા અને નાળિયેરમાંથી બનાવવામાં આવે છે. સૌથી પહેલા માવા અને દૂધને મિક્સ કરીને બેટર બનાવી લો. પછી તેમાં ઘઉંનો લોટ, વરિયાળી અને એલચી પાવડર ઉમેરો. આ બેટરને ઘીમાં ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ તેને ચાસણીમાં નાખો અને તેનો આનંદ લો.
દહી વડા અને પાપડી ચાટ
આ સ્ટ્રીટ ફૂડ હોળીના અવસર પર ઘરે જ બનાવવામાં આવે છે. સ્વાદિષ્ટ દહી વડા બનાવવા માટે અડદની દાળ અને મગની દાળને આખી રાત પલાળી રાખો અને બેટર બનાવો. તેમાં થોડું મીઠું ઉમેરો. પછી વડા બનાવવા માટે બેટરને તેલમાં ડીપ ફ્રાય કરો. તેને 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. દહીંમાં વડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. દહી વડા સર્વ કરવા માટે તેમાં પાપડી, ચણા, આમલીની ચટણી, લીલી ચટણી અને ચાટ મસાલો ઉમેરો.
આ પણ વાંચો : Health Benefits Of Jackfruit: સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જેકફ્રુટ, જાણો તેમાંથી કઈ ખાસ વાનગી બનાવી શકાય છે
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/UpMWBZ7
via IFTTT