Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Pegasus નહીં, હવે દેખરેખ માટે આ સ્પાયવેરનો ઉપયોગ, હાઈ-પ્રોફાઈલ લોકોની થઈ રહી છે જાસૂસી!

Spyware

પેગાસસ સ્પાઈવેર (Pegasus Spyware) વિશે તો તમે જાણતા હશો. જેના વિશે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સોફ્ટવેરની મદદથી ભારત સરકાર લોકોની જાસૂસી કરતી હતી. આ અંગે વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયો હતો. તેનો પડઘો સંસદ સુધી સંભળાયો હતો. વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહી હતી. અખબારોની મુખ્ય હેડલાઈન્સ પણ ‘પેગાસસ સ્પાયવેર’ શબ્દોથી ચમકતી હતી. મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે હવે એક નવા સ્પાયવેરે ફરી એકવાર સરકારને ભીંસમાં લીધી છે. ખરેખર, સાયબર સિક્યોરિટી રિસર્ચર્સે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે સરકારો હવે પેગાસસને બદલે જાસૂસી માટે ‘હર્મિટ’ (Hermit Spyware) નામના નવા ‘સ્પાયવેર’નો ઉપયોગ કરી રહી છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર હર્મિટ એક નવું એન્ડ્રોઈડ સ્પાયવેર છે. સરકારો દ્વારા તેનો ઉપયોગ હાઈ-પ્રોફાઈલ લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્પાયવેર દ્વારા જે હાઈ-પ્રોફાઈલ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેમાં બિઝનેસ એક્ઝિક્યુટિવ, માનવાધિકાર કાર્યકર્તા, પત્રકાર, સરકારી અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે. સ્પાયવેર કે જે એસએમએસ દ્વારા લક્ષ્ય સિસ્ટમ પર ઈન્સ્ટોલ કરેલું છે, તે પ્રથમ કઝાકિસ્તાનમાં મળી આવ્યો હતો. જોકે બાદમાં તે સીરિયા અને ઈટાલીમાં પણ જોવા મળ્યું હતું.

‘હર્મિટ સ્પાયવેર’ કોણે વિકસાવ્યું?

સાયબર સિક્યુરિટી કંપની લુકઆઉટ થ્રેટ લેબને જાણવા મળ્યું કે કઝાકિસ્તાનની સરકાર આ વર્ષે એપ્રિલમાં સ્પાયવેર હર્મિટનો ઉપયોગ કરી રહી છે. સંશોધકોએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘હર્મિટ સ્પાયવેરને ઈટાલિયન સ્પાયવેર વિક્રેતા RCS લેબ અને ટેલિકોમ્યુનિકેશન સોલ્યુશન કંપની “Tyklab SRL” દ્વારા વિશ્લેષણના આધારે વિકસાવવામાં આવ્યું છે. સંશોધકોએ કહ્યું કે તેમને શંકા છે કે આ ટેલિકોમ્યુનિકેશન સોલ્યુશન કંપની ફ્રન્ટ કંપની તરીકે કામ કરી રહી છે.

બધા એન્ડ્રોઈડ વર્ઝન પર ચાલી શકે છે હર્મિટ

સુરક્ષા સંશોધકો લુકઆઉટના જણાવ્યા અનુસાર આ સ્પાયવેર તમામ એન્ડ્રોઈડ વર્ઝન પર ચાલી શકે છે. તેમના મતે આ પહેલીવાર નથી, જ્યારે હર્મિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2019ની શરૂઆતમાં ઈટાલીની સરકારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન માટે આ સ્પાયવેરનો ઉપયોગ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે સીરિયાના પૂર્વોત્તર ભાગમાં કોઈ અજાણ્યા પક્ષ દ્વારા સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના પુરાવા પણ મળ્યા છે. તમને જણાવી દઈએ કે RCS લેબ 30 દાયકાથી વધુ સમયથી સક્રિય છે. એટલું જ નહીં તે પેગાસસના ડેવલપર NSO ગ્રુપ અને ફિનફિશરના ડેવલપર ‘ગામા ગ્રુપ’ના માર્કેટમાં બિઝનેસ કરે છે.

યુઝર્સ છેતરાઈ જાય છે

સંશોધકોએ શોધી કાઢ્યું કે આ એન્ડ્રોઈડ એપ્સ ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા વિતરિત કરવામાં આવે છે. તે ફિશિંગ હુમલા જેવું છે. જેમાં યૂઝર્સને એવું માનીને છેતરવામાં આવે છે કે મેસેજ લીગલ સ્ત્રોતમાંથી આવી રહ્યા છે. તે ટેલિકોમ કંપનીઓ અને સેમસંગ અને ઓપ્પો જેવી સ્માર્ટફોન બ્રાન્ડની એપ્સની નકલ કરે છે. આ એપ્સ એટલી ભરોસાપાત્ર લાગે છે કે સામાન્ય રીતે યુઝર્સ તેને તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરે છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/WSvNFhY
via IFTTT
I.T. engineer

Post a Comment