ભારતીય પુરૂષ હોકી (Indian Hockey Team) ટીમ FIH પ્રો લીગમાં (Pro Hockey League) આઠ મેચો બાદ સારી સ્થિતિમાં છે અને શનિવારથી શરૂ થતા ઈંગ્લેન્ડ સામે બે જીત સાથે ટેબલમાં ટોચ પર રહેવાની નજરે રહેશે. આ સીરિઝની બીજી મેચ રવિવારે રમાશે. ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તે જર્મની (17 પોઈન્ટ) કરતાં 16 પોઈન્ટ સાથે ટેબલ પર બીજા ક્રમે છે.
ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ભારતીય હોકી ટીમ માટે ચિંતાનો વિષય બનેલી ડિફેન્સ લાઇન દબાણ હેઠળ વિખેરાઇ જાય છે. ભારતે કેટલાક ગોલ સરળતાથી ગુમાવ્યા હતા અને વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે સ્વીકાર્યું છે કે ટીમને તેમના સંરક્ષણમાં સુધારો કરવાની જરૂર પડશે.
જોકે, ભારતીય હોકી ટીમના યુવા ખેલાડીઓની વાત કરીએ તો તેમણે છેલ્લી 8 મેચમાં 42 ગોલ કરીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મનદીપ સિંહ ખાસ કરીને વિરોધી ટીમના સર્કલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે આર્જેન્ટિના સામે છેલ્લા સમયે વિજયી ગોલ સહિત કેટલાક મહત્વના ગોલ કર્યા છે. વચ્ચેની હરોળમાં હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, નીલકાંત શર્મા અને સુમિત જેવા ખેલાડીઓ છે.
ટીમમાં ચાર વર્લ્ડ ક્લાસ ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત, અમિત રોહિદાસ, વરુણ કુમાર અને યુવા જુગરાજ સિંહ છે, જેથી ભારત તેના હરીફો સામે મજબૂત દેખાવ આવે છે.
રાષ્ટ્રીય ટીમમાં પદાપર્ણ કર્યા બાદ જુગરાજનું શાનદાર પ્રદર્શન
ભારતીય પુરૂષ હોકીની સિનિયર ટીમમાં પદાર્પણ કર્યા બાદ જુગરાજે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેણે આર્જેન્ટિના સામેની બીજી મેચમાં 2 ગોલ કર્યા હતા. ભારત છેલ્લે ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમ્યું હતું. જેમાં તેણે 3-1 થી જીત મેળવી હતી. ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડ સાતમા સ્થાને છે. ઇંગ્લેન્ડ હાલમાં પ્રો લીગ ટેબલમાં 2 જીત અને ઘણી હારથી 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.
આ પણ વાંચો : IPL 2022: લખનૌ સામેની મેચ પહેલા ચેન્નઇની તકલીફ વધી, આ બે ખેલાડીઓની મેચ રમવા પર શંકા
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/8ai3LBI
via IFTTT