Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Brahmastraના પ્રમોશનને લઈને ઉજ્જૈનમાં હંગામો, રણબીર અને આલિયા મહાકાલના દર્શન વિના પરત ફર્યા

Uproar in Ujjain over Brahmastra promotions Ranbir and Alia return without Mahakal darshan

ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન (Brahmastra promotions) માટે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નિર્દેશક અયાન મુખર્જી મંગળવારે ઉજ્જૈન (Ujjain) પહોંચ્યા હતા. જો કે, તેઓ મહાકાલના દર્શન કરે તે પહેલા જ તેને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચે તે પહેલા બજરંગ દળના કાર્યકર્તાઓ મંદિરના દ્વાર પર પહોંચી ગયા હતા. તેઓએ શ્રી રામના નારા લગાવતા હંગામો શરૂ કર્યો.બોલિવૂડનું લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાકાલ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. જો કે, તેમના આગમન પહેલા જ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ મહાકાલ મંદિરના મુખ્ય અને VVIP શંખ દ્વાર પર હંગામો મચાવ્યો, ત્યારબાદ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય સીધા ઉજ્જૈન કલેક્ટર આશિષ સિંહના ઘરે ગયા. ઉજ્જૈન જતા પહેલા તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

આ ફિલ્મ એ ત્રણેય માટે એક સપના સમાન છે તે તેમનો મહત્વકાંક્ષી પ્રોજેકટ છે. આ ફિલ્મ 300 કરોડમાં બની છે.સ્ટાર કપલ સાંજે 6.30 કલાકે ઈન્દોર એરપોર્ટ પર ઉતર્યું હતું, ત્યારબાદ અહીંથી ઉજ્જૈન માટે રવાના થયું હતું. બંને તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા માટે આશીર્વાદ લેવા પહોંચ્યા છે. ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી પણ તેની સાથે છે. આ પહેલા કપલે એક વીડિયો જાહેર કરીને ઉજ્જૈન આવવાની જાણકારી આપી હતી. બંનેએ આ વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ હાલમાં ગર્ભવતી છે.

બજરંગ દળના વિરોધનો વીડિયો

 

કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી

 

 


આ ઘટનામાં બજરંગ દળના કાર્યકર્તા અને સ્થાનિક પોલીસ વચ્ચે પણ ઘષર્ણ થયું હતુ. પોલીસ આ કાર્યકર્તાઓને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો તે દરમિયાન પોલીસ અને કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ હતી. વિરોધ વધતા જોઈ ત્યાંના કલેક્ટર આશીષ દાસે ફિલ્મની સ્ટારકાસ્ટને સુરક્ષિત સ્થળે લઈને ગયા હતા.

આ કારણથી થયો વિરોધ

 


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બજરંગ દળના કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ ફિલ્મમાં ગૌમાતાને લઈને રણબીર કપૂરે ખોટી ટિપ્પણી કરી છે. જેના કારણે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ વિરોધ દરમિયાન પોલીસે એક કાર્યકર્તાને ખુબ માર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/r9jpIGB
via IFTTT
I.T. engineer

إرسال تعليق