Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

રાજીવ સેન સાથેના સંબંધો પર ચારુ આસોપાએ આપ્યું મોટું અપડેટ, ડિવોર્સ વિશે કહી આ વાત

2 min read
Charu Asopa gave a big update on her relationship with Rajeev Sen said this about the divorce

ટીવી એક્ટ્રેસ ચારુ આસોપા (Charu Asopa) અને સુષ્મિતા સેનના (Sushmita Sen) ભાઈ રાજીવ સેન (Rajeev Sen) તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. ચારુએ હવે તેના પતિ રાજીવ સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. એક્ટ્રેસે કહ્યું છે કે તેણે જે પણ નિવેદન આપ્યું છે, તેનાથી તે હેરાન થઈ ગઈ છે. તેના લગ્ન જીવનને લઈને ચારુએ ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. હાલમાં જ રાજીવે ચારુ સાથેનો એક ફોટો શેયર કર્યો હતો, જેના પછી લોકોને લાગ્યું કે બંને વચ્ચે બધુ બરાબર છે.

રાજીવના વ્યવહારથી ચારુ હેરાન

‘પિંકવિલા’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ચારુએ કહ્યું છે કે રાજીવે જે તેની વિરુદ્ધ કોમેન્ટ કરી હતી, તેનાથી તેને દુઃખ થયું છે. રાજીવે ચારુના અગાઉના લગ્ન વિશે વાત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેને આ અંગે અજાણ રાખવામાં આવ્યો હતો. ચારુએ કહ્યું કે જ્યારથી તેણે મારા પર મારા પહેલા લગ્નને છુપાવવાનો આરોપ લગાવ્યો છે, ત્યારથી મને એક પછી એક શોક લાગી રહ્યા છે. તેણે કહ્યું કે મેં વિક્ટિમનું કાર્ડ રમ્યું અને હવે તેણે મારી સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના કારણે હું હેરાન છું. એક તરફ તે મારી વિરૂદ્ધ બોલી રહ્યો છે અને બીજી તરફ મારી સાથે ફોટા પોસ્ટ કરી રહ્યો છે. તે મારી સમજની બહાર છે કે તે આવું કેમ કરી રહ્યો છે.

તેણી કહે છે કે ધારણા એવી થઈ ગઈ છે કે જ્યારે રાજીવ મારી સાથે ફોટો પોસ્ટ કરે છે અથવા કંઈક કહે છે ત્યારે એવું માનવામાં આવે છે કે અમે એક સાથે આવ્યા છીએ અને જ્યારે તે મારી વિરુદ્ધ બોલે છે ત્યારે માનવામાં આવે છે કે અમે અલગ છીએ. આ એક માનસિકતા બની ગઈ છે. તે કોઈ જાણવા માગતું નથી કે આ બધાની વચ્ચે હું ક્યાં ઉભી છું અને મારે શું જોઈએ છે.

ચારુએ કર્યું ડિવોર્સ માટે એપ્લાય

ચારુએ કહ્યું કે લગ્નને ઠીક કરવા અને બચાવવા માટે કંઈ બાકી નથી, તેથી તેણે કાનૂની માર્ગ અપનાવ્યો છે. ઘણા મુદ્દા છે અને આ 3 વર્ષમાં ઘણું બધું થયું છે. તેથી મેં આ લગ્નનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે અને મેં છૂટાછેડા અને કાનૂની નોટિસ મોકલવા માટે અરજી કરી છે. મેં એક દિવસમાં અલગ થવાનો નિર્ણય લીધો નથી, ઘણી બધી વસ્તુઓ એવી બની છે જેના પછી હું આ નિર્ણય પર આવ્યો છું. બહારના લોકો વિચારે છે કે અમે બ્રેકઅપ અને પેચઅપ રમી રહ્યા છીએ.

મેં મારું મન બનાવી લીધું છે અને મારા વકીલે છૂટાછેડા માટે અરજી કરી છે. મેં રાજીવને છૂટાછેડાનો ડ્રાફ્ટ મોકલ્યો છે, પરંતુ તેણે કહ્યું કે તે કેટલાક ફેરફારો ઈચ્છે છે. મારા વકીલે તેમના વકીલને બોલાવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. ચારુ અને રાજીવને એક પુત્રી પણ છે, જેનું નામ જિયાના છે. ચારુ કહે છે કે તે તેની દીકરીને સારા વાતાવરણમાં રાખવા માંગે છે. હું નથી ઈચ્છતી કે તેને ખબર પડે કે તેના માતા-પિતા વચ્ચે કોઈ સમસ્યા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/EBjXWe6
via IFTTT
I.T. engineer

You may like these posts

Post a Comment