Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

એક પૈડા પર સ્ટંટ કરવુ આ વ્યક્તિને પડયુ ભારે, Viral Video જોઈ લોકો રહી ગયા દંગ

Doing stunts on one wheel was hard for this person people were shocked after seeing the viral video

દુનિયામાં લોકોને અજબ-ગજબના શોખ હોય છે. કેટલાક લોકોના શોખ એવા હોય છે, જેમાં તેઓ પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે. જેમ કે સ્ટંટ કરવાનો શોખ. સોશિયલ મીડિયા પર સ્ટંટના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. રેલવે પ્લેટફોમ, ટ્રેન, બાઈક , કાર કે પહાડ પરથી લોકોને સ્ટંટ કરવાનો વિચિત્ર શોખ હોય છે. આજના સમયમાં યુવાનોમાં સ્ટંટનો (stunts) ક્રેઝ વધી ગયો છે. આ ક્રેઝ તેમનો જીવ પણ લઈ શકે છે. ભૂતકાળમાં આપણે એવા ઘણા કિસ્સા સાંભળ્યા જ છે. આવા સ્ટંટ ખુબ જ ખતરનાક હોય છે. સ્ટંટ કરવામાં પણ પ્રેક્ટિસ અને અનુભવની જરુર હોય છે. ત્યારે જઈને તમે સારી રીતે સ્ટંટ કરી શકો છો. નાની ભૂલથી ખુબ ભારે પડી શકે છે.તેનું પરિણામ મોત પણ હોય છે. હાલમાં આવો જ એક ખતરનાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

આ વીડિયોમાં દેખાય રહેલા દ્રશ્યો પરથી તે વિદેશનો હોય તેમ દેખાય છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હેલમેટ પહેરીને ખુબ ઝડપથી બાઈક ચલાવી રહ્યો છે. તે આગળનું પૈડુ ઉઠાવીને, પાછળના એક જ પૈડા પર બાઈક ચલાવે છે. અચાનક તેનું બેલેન્સ બગડે છે અને તે એજ ઝડપથી રસ્તા પર પટકાઈ છે .તે કાર સાથે અથડાતા બચ્ચે છે પણ પછી ફરી પોતાની બાઈક લઈને નીકળી પડે છે. તેના માથા પર હેલમેટ હોવાથી તેને કોઈ ઈજા નહીં થઈ અને તેનો જીવ પણ બચ્યો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો ટ્ટિટર પર @tize4PF નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા. આ વીડિયો એ લોકો માટે ચેતવણીરુપ છે જેઓ આવા ખતરનાક સ્ટંટ કરતા હોય છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Nr0nLvh
via IFTTT
I.T. engineer

Post a Comment