Pak Vs Afg : આજે એશિયા કપમાં સુપર 4નો અત્યંત રોમાંચક મેચ જોવા મળી હતી. એક ઐતિહાસિક જીતની નજીક આવીને અફઘાનિસ્તાનને હાર મળી હતી. પાકિસ્તાન સામેની મેચમાં જીતની આટલી નજીક પહોંચીને હારતા અફઘાનિસ્તાના ખેલાડીઓ મેદાન પર રડવા લાગ્યા હતા.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચમાં આખી દુનિયાની નજર હતી. ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય ક્રિકેટ ફેન્સની નજર પણ આ મેચ પર હતી. કારણ કે ભારતની એશિયા કપ (Asia Cup 2022) ફાઈનલમાં પહોંચવાની આશા પાકિસ્તાનની હાર પર આધારિત હતી. પણ તે બધી આશાઓ પર છેલ્લી ઓવરમાં પાણી ફરી વર્યુ હતુ.
એશિયા કપમાં ભારતીય ટીમની ખિતાબની આશા તેની કાલની છેલ્લી મેચ પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે. સૌથી વધુ 7 વખત એશિયા કપનો ખિતાબ જીતનાર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમને સુપર 4ના સ્ટેજમાં સતત 2 પરાજયનો ભોગ બનવું પડ્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવામાં ચૂકી ગઈ અને પોતાના ટાઈટલને બચાવવામાં નિષ્ફળ રહી. ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાનની જીતની જરૂર હતી, પરંતુ પાકિસ્તાને આવું થવા દીધું નહીં.
આ રહ્યો મારામારીનો વાયરલ વીડિયો
Ban Asif ali for this. #PAKvAFG pic.twitter.com/GQ9UoTbpvy
— Gems of E-lafda (@GemsofELafda) September 7, 2022
રોમાંચક મેચમાં ખેલાડીઓ વચ્ચે મારામારી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ પર આખી દુનિયાની નજર હતી.જેથી ખેલાડીઓ પર જીતવાનું પ્રેશર પણ હતું. તે બધા વચ્ચે મેચની છેલ્લી છેલ્લી ઓવર વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડી વચ્ચે કોઈ વાતને લઈને બબાલ પણ થઈ હતી.પાકિસ્તાનના આશિફ અલી અને અફઘાનિસ્તાનના ફરિદ અહેમદ વચ્ચે ખુલ્લા મેદાનમાં મેચ દરમિયાન મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે.
અંતિમ ઓવરનો રોંમાચક વીડિયો
Sir Naseem shah #PAKvAFG pic.twitter.com/7h7bjA8ev9
— (@sid_bh99) September 7, 2022
અફઘાનિસ્તાને આપ્યો હતો આટલા રનનો ટાર્ગેટ
આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો ખૂબ જ નિરાશ થયા હતા અને ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 129 રન જ બનાવી શકી હતી. જોકે અફઘાનિસ્તાને બોલિંગ અને ફિલ્ડિંગમાં ચોક્કસપણે તાકાત દેખાડી અને પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો, પરંતુ આખરે નાનો સ્કોર તેમની સામે ગયો. પાકિસ્તાને આ ટાર્ગેટ 19.2 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. તેની એક જ વિકેટ બચી હતી.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/uUMvXkj
via IFTTT