Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Relationshipમાં આ સંકેતોને ના કરો નજરઅંદાજ, સંબંધો ખત્મ થવાના હોય છે આ સંકેત

Dont ignore these signs in a relationship this is a sign that the relationship is about to end

સંબંધો (Relationship) જીવનમાં ખુબ મુલ્યવાન હોય છે.લોકો સાથે સંબંધો સારા રાખ્યા હોય તો મુશ્કેલ સમયમાં તે બધા કામ લાગશે. સંબંધોમાં હંમેશા પ્રેમ જાળવી રાખવો જોઈએ, જો સંબંધોમાં ઝઘડાઓ વધી જાય તો એ સંબંધો બગડવા લાગે છે.સંબંધોમાં સમસ્યાઓનું આવવું અને જવું સામાન્ય વાત છે, પરંતુ જો તે પતિ-પત્ની અથવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચે લાંબા સમય સુધી ચાલુ રહે તો સંબંધ તૂટવાની અણી પર પણ પહોંચી શકે છે. ભારતમાં લગ્ન જેવા બંધન સાથે ઘણી પરંપરાઓ અને મૂલ્યો જોડાયેલા છે અને આમાં બે વ્યક્તિઓનું નહીં પરંતુ બે પરિવારોનું જોડાણ છે. આ સંબંધ તૂટે તો પણ બંને પરિવારની લાગણી દુભાય છે. વિવાહિત જીવનમાં ભલે સમય વીતતા થોડીક બાબતો બદલાય, પરંતુ પતિ-પત્ની વચ્ચેની સમજણ અને પ્રેમ બદલવો ન જોઈએ.ચાલો જાણીએ એ સંકેતો જેની મદદથી સંબંધો (Relationship Tips) તૂટતા પહેલા તમે તેને બચાવી શકો છો.

છેલ્લા ઘણા વર્ષોથી આપણે દેશ-દુનિયાની ઘણી હસ્તીઓના ડિવોર્સના સમાચાર સાંભળ્યા જ છે. આપણી આસપાસ પણ આવા કિસ્સાઓ આપણને સાંભળવા મળે જ છે.તેની પાછળ ઘણા બધા કારણ હોય શકે છે.જેવા પ્રમુખ કારણ નીચે મુજબ છે.

જાહેરમાં લડાઈ-ઝઘડા

સંબંધોમાં નાની-નાની વાત પર ઝઘડો એ પણ દર્શાવે છે કે સંબંધોમાં ઘણી બધી બાબતો ખરાબ થઈ રહી છે. જો સ્ત્રી ગુસ્સે થઈ જાય અને ઘણા દિવસો સુધી તેના ઘરે રહે અને પતિ તેના અહંકારને કારણે તેની સાથે રહેવાની ના પાડે તો અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જીવનસાથી સાથે પરિવારની દખલગીરી સંબંધોમાં વધુ કડવાશ પેદા કરી શકે છે. ઝઘડા થાય તે સ્વાભાવિક છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની રીત સંબંધોને તૂટવા સુધી લઈ જઈ શકે છે. જેથી દરેક સમસ્યાઓ એક-બીજા સાથે વાત કરીને દૂર કરવી જોઈએ.

મનમાં નકારાત્મકતા

સંબંધોમાં ભાગીદારો વચ્ચેના અણબનાવને કારણે નકારાત્મકતા આવી શકે છે. આ પણ સંબંધના અંતની નિશાની છે. જો મનમાં પાર્ટનરને લઈને નકારાત્મકતા આવે છે તો તેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ પોતે સંબંધમાં આ નકારાત્મકતાને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારા મનમાં નકારાત્મકતા રહેશે, તો તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલ દરેક વસ્તુ ખરાબ લાગવા લાગશે. તમે હંમેશા તેના પ્રત્યે નકારાત્મક રહેશો.જેથી સકારાત્મક રહીને સંબંધને બચાવવાનો પ્રયાસ કરો.

ભૂતપૂર્વ પાર્ટનર સાથે સરખામણી કરો

ઘણા એવા કપલ છે જે લગ્ન પહેલા કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હોય છે, પરંતુ કોઈને કોઈ કારણસર તેઓ બીજા સાથે લગ્ન કરી લે છે. જો સંબંધ નવો હોય તો તેમાં સમજણ રહે છે, પરંતુ સમય સાથે વસ્તુઓ થોડી બગડવા લાગે છે. એક સમય એવો આવે છે, જ્યારે સમસ્યાઓ વધી જાય છે, તો પાર્ટનર લાઈફ પાર્ટનરની સરખામણી તેમના ભૂતપૂર્વ પાર્ટનર સાથે કરવા લાગે છે. કેટલાક તો પાર્ટનરના ચહેરા પર ભૂતપૂર્વ પાર્ટનરના વખાણ કરવા લાગે છે. આ ટેવ સંબંધો તોડી શકે છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/7IJMjSd
via IFTTT
I.T. engineer

Post a Comment