Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ગીરસોમનાથ: સોમનાથમાં ભોળાનાથ થયા પુષ્પાચ્છાદિત, 51 કિલો પુષ્પ શૃંગારના દર્શન કરીને ભક્તજનો કર્યાં કૃતાર્થ

Somnath AArti

પવિત્ર શ્રાવણ (Shravan Mass ) માસના પ્રારંભે બે વર્ષ બાદ ભક્તજનોએ  સોમનાથ ખાતે ભોળાનાથના દર્શન કર્યા હતા અને મંદિર સંકુલ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવને આજે શ્રાવણના પ્રથમ દિવસે સાંય શણગારમાં વિવિધ પુષ્પથી શણગારવામાં આવ્યા હતા. જેના દર્શન ની ઝાંખી કરીને ભક્તો ધન્ય બની ગયા હતા. આજે (Somnath Temple) સોમનાથ મહાદેવને સાંય શ્રૃંગારમાં શ્રાવણ સુદ પ્રતિપદાના પાવન પર્વે વિવિધ પુષ્પો આશરે 51 કિલો પુષ્પોમાંથી (Flower) મનમોહક શૃંગાર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેના દર્શનની ઝાંખી થી ભક્તો ધન્ય બન્યા હતા.

આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી સોમનાથમાં નહીં પહોંચી શકેલા શ્રદ્ધાળુઓ પણ આ વર્ષે સોમનાથમાં ઉત્સાહભેર પહોંચશે ત્યારે લાખોની મેદની ઊમટવાની હોય. જેને ધ્યાને લઈ સોમનાથ મંદિર અને આવનારા ભાવિકોની સુરક્ષા ને લઈ જિલ્લા પોલીસની વિવિધ બ્રાન્ચો અને અધિકારીઓએ સોમનાથ મંદિરની મુલાકાત લઇ જરૂરી તમામ સગવડો નું નિરીક્ષણ કર્યું હતું.

ચુસ્ત અને સાનૂકૂળ દર્શન  વ્યવસ્થા

 

Somnath Mahadev (1)

Somnath Mahadev Temple Security

શ્રાવણ માસમાં  લઈ મંદિરમાં ભાવિકોને પ્રવેશ માટે કરાયેલ નવી વ્યવસ્થા  સાનૂકૂળ રહેતા બની હોય તેમ સરળતાથી દર્શન કર્યા હતા.  સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઉમટેલા ભક્તજનો  મંત્રજાપ કુટિરનો પણ લાભ લીધો હતો.  પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ મંદિર સુરક્ષા ની દ્રષ્ટિએ ઝેડ પ્લસ કેટેગરીમાં હોય અને તેમાં પણ જ્યારે શ્રાવણ માસ હોય ત્યારે ભારતભર ઉપરાંત દેશ-વિદેશના ભાવિકો સોમનાથ દર્શને ઉમટવાના હોય તેને ધ્યાને લઈ અને સોમનાથની સુરક્ષા ને ચુસ્ત બનાવવામાં આવી છે.

 

સોમનાથ મંદિર  (Somnath temple) ખાતે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે  મંદિર તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી દૂર સૂદૂરથી આવતા ભક્તજનોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય, સોમનાથની આસપાસ આવેલા ભાલકા તીર્થ, ગીતા મંદિર, ગોલોકધામ તીર્થમાં શ્રાવણ માસને અનુલક્ષીને એકમથી અમાસ સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

 

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શનનો સમય

  • સવારે 6-15થી પ્રાત મહાપૂજાના પ્રારંભ થશે
  • 7-00 વાગ્યે પ્રાતઃઆરતી થશે
  • 7-45 થી સવાલક્ષ બિલ્વાર્ચન અર્પણ થશે
  • 9-00 વાગ્યાથી યાત્રિકો દ્વારા નોંધાવાવમાં આવેલા રૂદ્રપાઠ તેમજ મૃત્યુંજય મંત્રનો પાઠ કરવામાં આવશે.
  • 11-00 વાગ્યે મધ્યાહન પૂજા અને મહાદુગ્ધ અભિષેક કરવામાં આવશે
  • 12-00 વાગ્યે મધ્યાહન આરતી થશે
  • સાંજે 5 થી 8 દરમિયાન સાંજના શૃંગાર દર્શન અને દીપમાળાના દર્શન થશે
  • સાંજે 7-00 વાગ્યે સંધ્યા આરતી થશે
  • રવિવાર તથા સોમવાર અને તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે
  • બાકીના દિવસોમાં દર્શનનો સમય સવારે 5-30થી રાત્રે 10-00 વાગ્યા સુધી રહેશે.

ટ્રાફિકની વ્યવસ્થામાં કરવામાં આવ્યો ફેરફાર

    • શ્રાવણ માસ દરમિયાન ગુરૂકુળ શંખ સર્લથી શ્રીરામ મંદિરનો રસ્તો એકમાર્ગીય રહેશે.
    • પાર્કિંગ સુવિધા ,ક્લોક રૂમ, જૂતાઘરની સુવિધા પણ વધારવામાં આવી છે
    • મંદિર ટ્રસ્ટ, નગર પાલિકા, પવિત્ર યાત્રાધાર્ વિકાસ બોર્ડ દ્વારા સ્વચ્છતા જાળવવા કરાઈ અપીલ
    • સોમનાથમાં શ્રાવણ માસમાં યાત્રિકોનો ઘણો ધસારો રહે છે ત્યારે મંદિર ટ્રસ્ટ, નગર પાલિકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચરો કચરા પેટીમાં નાખીને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી છે.

વિથ  ઇનપુટ્: યોગેશ જોષી, ગીર સોમનાથ



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/JWD1tMC
via IFTTT
I.T. engineer

Post a Comment