Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Kutch: અંજારમાં વેલ્ડિંગનો વ્યવસાય કરતા પિતાનો દીકરો રાષ્ટ્રીયકક્ષાએ કુસ્તીમા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

Kutch Latest News

ખેલમહાકુંભે( Khel mahakumbh) વધુ એક પ્રતિભાને બહાર લાવવામા સફળતા મેળવી છે. અંજારના (Anjar)  રહેવાસી મોહિત આહિરને(Mohit Ahir)  બાળપણથી જ રમત ગમતનો શોખ હતો અને ગુજરાત સરકારની રાજ્ય સ્તરની સ્પર્ધા ખેલ મહાકુંભે મોહિતને નવી પાંખો આપી. જ્યારે મોહિત 9 વર્ષનો હતો ત્યારથી જ કબડ્ડી રમતો હતો. મોહિતને કબડ્ડીમાં પણ ઘણા પારિતોષિક મળ્યા છે. રમતગમતક્ષેત્રે મોહિતની ધગશને કોચ ગોવિંદભાઈ ભરવાડે પારખી અને તેને કુસ્તી રમત માટે તૈયાર કરવા તાલીમ આપી. જેનું પરિણામ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં દેખાયું છે.

મોહિતે કુસ્તીની રમતમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મોહિતના પિતા અંજાર શહેરમાં વેલ્ડિંગનું કામ કરે છે. છેવાડાના ખેલાડીઓની પ્રતિભા વિકસે અને તેમને વિશ્વકક્ષાએ નામના મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અંજારની શાળામાં અભ્યાસ કરતા મોહિતની કુસ્તીની પ્રતિભાને રાજ્ય સરકારે પારખીને તેને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. હાલ સરકાર દ્વારા બનાસકાંઠાની જિલ્લા લેવલની સ્પોર્ટસ સ્કૂલમાં મોહિતને પ્રવેશ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે જ્યાં તેની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તમામ પ્રકારની સહાય

મોહિતને આર્થિક મદદ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માસિક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે. આ સાથે રહેવા-જમવાની સુવિધા સાથે સ્પોર્ટસને લગતો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે મોહિત સ્વસ્થ રહે અને આગળ વધે તે માટે પૌષ્ટિક આહારનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આમ, મોહિત વધારેમાં વધારે સારું પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરે તે માટે સરકારે કટ્ટીબંધતા દર્શાવી છે.

મોહીતે વિવિધ સ્પર્ધામાં મેળવ્યા છે મેડલો

મોહિતે ખેલ મહાકુંભ 2018માં બ્રોન્ઝ મેડલ, ગુજરાત સ્ટેટ સબ જુનિયર 2021માં ગોલ્ડ મેડલ, ગુજરાત સ્ટેટ સબ જુનિયર 2022માં ગોલ્ડ તથા હાલ નડિયાદ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મોહિતે બે નેશનલ Wrestling Championshipમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટસ સ્કૂલ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં મોહિતે અરજી કરી હતી જેમાં બંને જગ્યાએ પસંદગી પામતા હાલ તે બનાસકાઠા ખાતેની સ્પોર્ટસ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/smzCJxl
via IFTTT
I.T. engineer

Post a Comment