ગુજરાતમાં(Gujarat) બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં(Salangpur )કષ્ટભંજન હનુમાનજી મહારાજને ભીમ અગિયારસના(Bhim Agiyaras) પર્વે 56 ભોગ ધરાવવામાં આવ્યો. હનુમાન દાદાને 56 પ્રકારની મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો. તો હનુમાન દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો સહિતના ફૂલોથી તિરંગાનો શણગાર કરવામાં આવ્યો. જ્યારે બપોરે 11 કલાકે મંદિર તંત્ર દ્વારા ગુજરાત પોલીસની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટે ખાસ આરતી, પૂજા કરવામાં આવી. શનિવાર અને ભીમ અગિયારસના શુભ દિવસે હજારો હરિભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
જેઠ સુદ અગિયારસને ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે
જેઠ સુદ અગિયારસને ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે અને પાંચ પાંડવોમાં ભોજન પ્રેમ માટે જાણીતા ભીમે પણ આ વ્રત કર્યું હોવાથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું તેમજ ઉપવાસ અને વિશેષ કરીને નિર્જળા ઉપવાસ રાકવાનું વિશેષ માહાત્મય છે. હિંદુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશી કરનારાને વર્ષ દરમિયાન આવતી 24 અગિયારસનું ફળ મળે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ભીમ અગિયારસનું આગવું માહાત્મય છે.
સૌરાષ્ટ્રના તીર્થસ્થાનોમાં છે ભીમ અગિયારસનું વિશેષ મહત્વ
સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર જેવા મહત્વના યાત્રાધામો આવેલા છે તેથી અહીં ભીમ અગિયારસના દિવસે સ્થાનિક તેમજ પ્રવાસીઓ દરિયામાં સ્નાન તેમજ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે આવે છે અને વિશેષ પૂજા અર્ચના પણ કરે છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/AEZwNUX
via IFTTT