Ahmedabad: ઉત્તર પૂર્વ રેલવેના ગોંડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે નોન – ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ (Cancel trains) અને શોર્ટ ટર્મિનેટ રહેશે. આ તમામ વિગતો નીચે આપવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનો (Canceled trains)
1. 27 મી મે અને 3જી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ
2. 30 મી મે અને 6ઠ્ઠી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ
3. 2 જી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ
4. 4 જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 15270 અમદાવાદ- મુઝફ્ફરપુર એક્સપ્રેસ
શોર્ટ ટર્મિનેટ / ડાઇવર્ટ ટ્રેન (Divert train)
1. તારીખ 21, 26, 28 મે, 2 જૂન અને 4 જૂન 2022ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા એશબાગ થઈને દોડશે અને ગોમતી નગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
2. તારીખ 23, 28, 30 મે 2022, 4 અને 6 જૂન, 2022ના રોજ ગોરખપુર થી દોડતી ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ગોમતી નગરથી ઉપડશે.
ટ્રેનના સંચાલનના સમય, વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
જ્યારે 21 મે 2021ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ (Train canceled) રહેશે. સાઉથ ઈસ્ટર્ન રેલવેના ખડકપુર સ્ટેશન પર ત્રીજી લાઈનના જોડાણને લઈને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો આ મુજબ છે.
1. ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 21મી મે 2022ના રોજ રદ રહેશે.
2. ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 22મી મે 2022ના રોજ રદ રહેશે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/mXwUKL8
via IFTTT