મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આઈપીએલ 2022 (IPL 2022) માં તેમની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઇ હતી. જોકે એક સમયે આ મેચમાં મુંબઈને એવું લાગી રહ્યું હતું કે ટીમ જીતી જશે. પણ અંતિમ ક્ષણોમાં દિલ્હીના બેટ્સમેનોએ મુંબઈના હાથમાંથી મેચ છીનવી લીધી અને રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમને 4 વિકેટે પરાજય આપ્યો હતો. IPLની 15મી સિઝનમાં મુંબઈનું ડેબ્યૂ ખરાબ રહ્યું. ત્યારબાદ ધીમી ઓવર રેટ માટે સુકાની રોહિત શર્મા પર પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલે કે પહેલા હાર અને પછી પેનલ્ટી મુંબઈની ટીમ માટે બેવડો ફટકો હતો.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે મુંબઈ ટીમના ઈશાન કિશને શાનદાર પ્રદર્શન કરતા અણનમ 81 રનની ઇનિંગ રમી હતી અને તેની ઇનિંંગની મદદથી મુંબઈ ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 177 રનનો સ્કોર બનાવ્યો હતો. સુકાની રોહિત શર્માએ પણ ટીમ માટે 41 રનની ઇનિંગ રમી હતી. દિલ્હીને જીતવા માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
મુંબઈના બોલરોએ સારી શરૂઆત કરી અને દિલ્હી ટીમની શરૂઆતમાં એક પછી એક વિકેટ પાડતા ગયા અને મુંબઈને જીત માટે આશા જન્માવી હતી. પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેન લલિત યાદવે અણનમ 48 રન અને ઓલરાઉન્ડર અક્ષર પટેલે અણનમ 38 રન ફટકારીને ટીમને 4 વિકેટે જીત અપાવી હતી. મેચ પુરી થયા બાદ રોહિત શર્માને નિર્ધારિત સમયમાં બોલિંગ પૂરી ન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
WHAT. A. CHASE. @DelhiCapitals register their first victory of the season in style!
Scorecard – https://t.co/WRXqoHz83y #TATAIPL #DCvMI pic.twitter.com/prGmdPTAaN
— IndianPremierLeague (@IPL) March 27, 2022
આ મેચમાં સૌથી વધુ નજર દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંતની બદલાયેલી ટીમ રોહિત શર્માની ટીમને કેવી રીતે ટક્કર આપી શકશે તેના પર હતી. પરંતુ શરૂઆતમાં દિલ્હીના બેટ્સમેનોએ કઇ ખાસ પ્રદર્શન કર્યું નહીં અને એક પછી એક પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જોકે ત્યારબાદ નીચલા ક્રમના બેટ્સમેનોએ પોતાની તાકાત દેખાડી હતી.
દિલ્હીના બોલરોની વાત કરીએ તો તેમનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. ખાસ કરીને કુલદીપ યાદવની બોલિંગ ઘણી સારી હતી. તેણે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. દિલ્હીની ટીમે ખરેખર તાકાત બતાવી અને આ મેચમાં મુંબઈ આ ટીમનો સામનો કરી શક્યું નહીં. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ઋષભ પંતની ટીમે રોહિત શર્માની ટીમને જોરદાર લડત આપી હતી.
આ પણ વાંચો : DC vs MI IPL Match Result: અક્ષર પટેલે દિલ્હીનો રંગ રાખ્યો, મુંબઇ સામે લલિત સાથે મળીને DC ને અપાવી શાનદાર જીત
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/O6XVn21
via IFTTT