Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

મુંબઈ લોકલને લઈને મહત્વના સમાચાર, રવિવારે મધ્ય રેલવેનો 8 કલાકનો મેગા બ્લોક, પશ્ચિમ રેલવેમાં પણ થોડો સમય બ્રેક

2 min read
Railway Mega Block

મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરનારાઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. રવિવારે (13 માર્ચ) મધ્ય રેલવેએ 8 કલાકનો મેગા બ્લોક રાખ્યો છે. આ મેગા બ્લોક થાણેથી કલ્યાણ વચ્ચે હશે. હાર્બર લાઇનની વાત કરીએ તો આ મેગા બ્લોકને કારણે CSMT થી વાશી, બેલાપુર, પનવેલ સુધીની લોકલ ટ્રેન સેવાઓને અસર થશે. આ ઉપરાંત સાંતાક્રુઝ અને ગોરેગાંવ વચ્ચે પશ્ચિમ રેલવેની (Western Railway) લોકલ ટ્રેન સેવા પણ થોડા સમય માટે પ્રભાવિત થશે. એટલે કે રવિવારે સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન રેલવેના ત્રણ રૂટના અલગ-અલગ રૂટ પર લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થશે. ઘણી લોકલ ટ્રેન ફેરી રદ કરવામાં આવી છે જ્યારે અન્ય ટ્રેનો 10-15 મિનિટ મોડી દોડશે.

મધ્ય રેલવેમાં રવિવારે થાણે અને કલ્યાણ વચ્ચે 8 કલાકનો મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોક સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેના કારણે મુંબઈ લોકલની ટ્રેનો મોડી દોડશે. બ્લોક દરમિયાન ફાસ્ટ ટ્રેક પર દોડતી લોકલ ટ્રેનો સ્લો ટ્રેક પરથી જશે. એટલે કે મેગા બ્લોકના કારણે લોકલ ટ્રેનની અવરજવર માટે ચારને બદલે માત્ર બે જ ટ્રેક ઉપલબ્ધ રહેશે. ધીમી અને ઝડપી લોકલ ટ્રેનોએ માત્ર બે ટ્રેક પરથી પસાર થવાનું રહેશે. જેના કારણે ટ્રેન દસથી પંદર મિનિટ મોડી દોડશે.

હાર્બર લાઇન પર પણ રેલને અસર થશે, રૂટ CSMT થી વાશી-બેલાપુર-પનવેલ

હાર્બર લાઇનમાં કુર્લાથી વાશી સુધીની બંને લાઇન પર મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોકના કારણે સીએસએમટીથી વાશી, બેલાપુર, પનવેલ વચ્ચેની મુંબઈ લોકલ ટ્રેન સેવાને અસર થશે. આ સ્ટેશનો વચ્ચે સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

જો તમારે સાંતાક્રુઝથી ગોરેગાંવ સુધી પશ્ચિમ રેલવેમાં જવું હોય તો, પહેલા આ સમાચાર વાંચો

પશ્ચિમ રેલવે લાઇન પર પણ સાંતાક્રુઝથી ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉનના સ્લો ટ્રેક પર બ્લોક રહેશે. આ બ્લોક રવિવારે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અમલમાં રહેશે. પશ્ચિમ રેલવે પર આ બ્લોક અલગ-અલગ કામો માટે રાખવામાં આવ્યો છે. આ બંને સ્ટેશનો વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનોને સ્લો ટ્રેક પર છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Maharashtra: હવે દેવેન્દ્ર ફડણવીસ પોલીસ સ્ટેશન નહીં જાય, પરંતુ મુંબઈ પોલીસ તેમના ઘરે આવીને પૂછપરછ કરશે, ગૃહ વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/cWudDqs
via IFTTT
I.T. engineer

You may like these posts

Post a Comment