Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપની લાવી રહી છે તેનો IPO, 840 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

IPO (File Image)

ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની સિરમા એસજીએસ ટેક્નોલોજીની (Sirma SGS Technology) રૂ. 840 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 12 ઓગસ્ટે ખુલશે. સિરમા એસજીએસએ સોમવારે આ માહિતી આપી હતી. છેલ્લા અઢી મહિનામાં આવનાર આ પહેલો IPO એટલે કે પ્રારંભિક જાહેર ઓફર હશે. અગાઉ, Ather Industriesનો IPO 24થી 26 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. કંપનીએ તેના IPO માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 209-220ની કિંમત નક્કી કરી છે, એમ નિવેદનમાં જણાવાયું છે.

IPO 18 ઓગસ્ટે બંધ થશે

સિરમા SGS ટેક્નોલૉજીના પબ્લિક ઈશ્યૂમાં રૂ. 766 કરોડના નવા શેર અને વીણા કુમારી ટંડન દ્વારા 33.69 લાખ ઈક્વિટી શેરની ઑફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ભાવ શ્રેણીના ઉપલા છેડે, કંપની રૂ. 840 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે. આ IPO 18મી ઓગસ્ટે બંધ થશે.

તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022-23માં સેબીએ એપ્રિલ-જુલાઈ દરમિયાન 28 કંપનીઓને ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવાની મંજૂરી આપી છે. આ IPO દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની યોજના છે. જે કંપનીઓને IPO માટે નિયમનકારી મંજૂરી મળી છે, તેમાં લાઈફસ્ટાઈલ રિટેલ બ્રાન્ડ ફેબિન્ડિયા, FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપની પેટાકંપની- ભારત FIH, TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઈનાન્સ અને McLeods ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

IPO લાવવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહેલી કંપનીઓ

મર્ચન્ટ બેન્કર્સે જણાવ્યું હતું કે આ કંપનીઓએ હજુ સુધી તેમના IPO લોન્ચ કરવાની તારીખ જાહેર કરી નથી અને ઓફર કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન બજારની સ્થિતિ પડકારજનક છે. આનંદ રાઠી ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ડિરેક્ટર અને ઈક્વિટી કેપિટલ માર્કેટ્સના વડા પ્રશાંત રાવે જણાવ્યું હતું કે વર્તમાન વાતાવરણ પડકારજનક છે અને જે કંપનીઓ પાસે મંજૂરી છે તેઓ IPO લોન્ચ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ડેટા અનુસાર એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન કુલ 28 કંપનીઓને IPO દ્વારા મૂડી એકત્ર કરવા માટે નિયમનકારી મંજૂરી મળી હતી. આ કંપનીઓ મળીને રૂ. 45,000 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ IPO દ્વારા રૂ. 33,254 કરોડ એકત્ર કર્યા છે. આમાં મોટો હિસ્સો (રૂ. 20,557 કરોડ) LICના IPOનો હતો.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/iZ7OQ3k
via IFTTT
I.T. engineer

Post a Comment