Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Kutch : રાપરના સુપ્રસિદ્ધ રવેચી મંદિરે માનવ મહેરામણ ઉમટ્યો, ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

A fair was held at Ravechi Temple of Kutch, a large number of people came

કચ્છના (Kutch) રાપરના સુપ્રસિદ્ધ રવેચી મંદિરે (Ravechi Temle) મેળો ભરાયો. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પારપંરિક પહેરવેશ અને ભાતીગળ સંસ્કૃતિના દર્શન માટે ગુજરાત (gujarat) બહારથી પણ લોકો રવેચી મંદિરે ભરાતા મેળામાં આવે છે. મેળામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પનું (Camp) પણ આયોજન કરાયું હતુ. મહત્વનું છે કે, કોરોનાકાળમાં (Corona panedemic) મેળાનું આયોજન બંધ રહ્યા બાદ આ વર્ષે ફરી મેળો ભરાયો. બે વર્ષ બાદ મેળામાં ફરી માનવ મહેરામણ ઉમટ્યું.

વિદ્યાર્થીઓએ ઇકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ બનાવી

તો બીજી તરફ કચ્છના રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ (Students) તળાવની માટીમાંથી બનાવેલા ગણેશની સ્થાપના કરી છે.ગણેશ ઉત્સવને લઈને વિદ્યાર્થીઓએ માટીમાંથી ઇકોફ્રેન્ડલી ગણેશની 500 મૂર્તિઓ(Ganesha Idol)  બનાવી હતી.સ્થાપના બાદ ગુરુકુળમાં જ ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું.સંતો, ભક્તો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ ગણેશ ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/IxvXFrC
via IFTTT
I.T. engineer

إرسال تعليق