Trending video : જો તમારામાં આત્મવિશ્વાસ અને હિંમત હોય તો તમે તમારી નબળાઈને તાકાત બનાવીને દુનિયાની સામે પોતાને સાબિત કરી શકો છો. તમારી આસપાસ એવા ઘણા લોકો હોય છે જે થોડી મુશ્કેલી જોતા પહેલા જ હાર માની લે છે. તેઓ બીજાને કહેતા રહે છે કે, આપણા જીવનમાં માત્ર અંધકાર જ છે. જો તમારા જીવનમાં પણ આવું જ કંઈક ચાલી રહ્યું છે, તો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો તમારા માટે જ છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિકલાંગ બાળકનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેની હિંમત જોઈને લોકો તેને દિલથી સલામ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્કૂલનું દ્રશ્ય દેખાઈ રહ્યુ છે. તેમાં જોઈ શકાય છે કે એક બાળક હાથથી વિકલાંગ છે. છતાં તે નિરાશ નથી અને જુશા સાથે એક સામાન્ય માણસની જેમ જીવન જીવી રહ્યો છે. તે પોતાના બન્ને ખામીવાળા હાથથી ચમચીની મદદથી ભોજન કરી રહ્યો છે. વીડિયોના બીજા ભાગમાં જોવા મળે છે કે તે પગથી પણ વિકલાંગ છે. તે સ્કૂલની કોઈ પ્રાર્થના સભામાં બીજા બાળકો સાથે પોતાના ઘૂંટણ પર ઉભો છે. આ વીડિયોમાં પાછળ બેકગ્રાઉનમાં અવાજ આવી રહ્યો છે તે આ વીડિયોને વધારે ભાવુક બનાવે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
जिस किसी को लगता है कि ज़िंदगी ने उसके साथ न्याय नहीं किया है…
वो सभी लोग इस विडीओ को देखें और ईश्वर को धन्यवाद दें…
क्योंकि इस दुनिया में बहुत सारे लोग ऐसे भी हैं..ज़िंदगी ने जिनके साथ शायद सच में न्याय नहीं किया…
लेकिन उनकी ज़िंदगी जीने का जुनून देखिये.#LifeLessons pic.twitter.com/qhQJpRCIdt
— Ashutosh Tripathi (@tripsashu) August 30, 2022
આ વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Ashutosh Tripathi નામના વ્યક્તિએ શેયર કર્યો છે. વીડિયોના કેપ્શન લખ્યું છે કે , ‘જેને લાગે છે કે જિંદગીએ તેની સાથે ન્યાય કર્યો નથી, તે બધા લોકો આ વીડિયો જુએ છે અને ભગવાનનો આભાર માને છે, કારણ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને કદાચ ખરેખર જીવને ન્યાય કર્યો નથી. પરંતુ તેનું જીવન જીવવાનો જુસ્સો જુઓ.’ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/JZlIKM8
via IFTTT