Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Viral Video : સાઉદી સિંગરે ગાયું ‘સારે જહાં સે અચ્છા’, વીડિયોએ જીત્યા લાખો ભારતીયોના દિલ

Viral Video Saudi singer sang Sare Jahan Se Achcha the video won the hearts of millions of Indians

ભારતમાં આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી ખુબ હર્ષો ઉલ્લાસથી થઈ હતી. ભારતના લગભગ દરેક ઘર પર ત્રિરંગો ઝંડો હતો. આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયો હતો. ભારતની આઝાદીની ભવ્ય ઉજવણીની નોંધ આખી દુનિયાએ લીધી હતી. કહેવાય છે કે સંગીતની કોઈ સીમા હોતી નથી. તે દરેક બંધનમાંથી મુક્ત છે, તે દરેક મર્યાદાની બહાર છે. એવું પણ કહેવાય છે કે સંગીતની કોઈ ભાષા હોતી નથી. હા, વિવિધ દેશોમાં સંગીતકારો અને ગાયકો પોતપોતાની ભાષામાં ગીતો બનાવે છે અને તે મુજબ સંગીત સેટ કરે છે.ભારતની પરંપરાઓ, મંદિરો અને ગીતો વિદેશમાં ખુબ પ્રખ્યાત છે.હાલમાં સોશિયલ મીડિયા પર એક વિદેશી સિંગરનો (Singer) વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદેશી યુવક ભારતનું દેશભક્તિગીત ગાઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો (Viral Video) અનેક ભારતીયોની જેમ તમારુ પણ દિલ જીતી લેશે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ દેખાય રહ્યો છે. તેની વેશભૂષા પરથી તે સાઉદીનો નાગરિક લાગી રહ્યો છે. તેના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. તે ભારતનું દેશભકિત ગીત ‘સારે જહાં સે અચ્છા …’ ગીત ગાઈ રહ્યો છે. તેના સૂર થોડા એમતેમ થઈ રહ્યા છે, પણ તેણે પ્રયત્ન કરીને આ ગીત શાનદાર રીતે ગાયુ છે. વિદેશીઓની હિન્દી ભાષા ઓછી આવડતી  હોય છે  પણ સાઉદી યુવક ખુબ સારી હિન્દી ભાષામાં આ ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયો ભારતીયોના દિલ જીતી રહ્યુ છે. લોકો આ વીડિયોમાં આ સાઉદી સિંગરની ગીત સાંભળી આશ્વર્યમાં મુકાયા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ જોરદાર વીડિયો સોશિયલ મીડિયા  પ્લેટફોર્મ ટ્વિટર પર @zahacktanvir નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ સિંગરનું નામ હાશિમ અબ્બાસ (Hashim Abbas) છે. આ વીડિયોને 3 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર શેર પણ કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સાઉદીના આ સિંગરના અવાજમાં આ દેશભકિતનું ગીત સાંભળી ભારતીયો ગદગદ થયા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/PtgcX1Q
via IFTTT
I.T. engineer

Post a Comment