કેટલીકવાર આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગરીબીના કારણે અને જલ્દી પૈસા કમાવાની લાલચમાં અનેક લોકો ચોરી, દાણચોરીના રવાડે ચઢતા હોય છે. હાલમાં દિલ્હી એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે, જેની પાસેથી એક લહેંગો મળી આવ્યો છે. હવે તમે વિચારતા જ હશો કે લહેંગામાં એવું શું ખાસ છે કે CISFએ તેને પકડી લીધો તો તમને જણાવી દઈએ કે તે વ્યક્તિ લહેંગામાં લાખો રૂપિયાની વિદેશી ચલણ છુપાવી રહ્યો હતો, જેને જોઈને CISF જવાન પણ દંગ રહી ગયા. આ લહેંગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.
વ્યક્તિએ એવી જગ્યાએ એક લહેંગામાં વિદેશી ચલણ છુપાવ્યું હતું, જેને શોધવું સરળ નહોતું, પરંતુ સૈનિકોને આખરે તે મળી ગયું. તેણે લહેંગાના બટનમાં 1,85,500 સાઉદી રિયાલ એટલે સાઉદી અરેબિયાનું ચલણ છુપાવ્યું હતું, જે ભારતીય રૂપિયા અનુસાર લગભગ 41 લાખ હોવાનું કહેવાય છે. સર્ચ દરમિયાન આરોપીની બેગમાં હાજર લહેંગા અને તેમાંથી નીકળેલી કરન્સી જપ્ત કરવામાં આવી છે અને આરોપી વ્યક્તિને કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો છે. આને લગતો વીડિયો સીઆઈએસએફ દ્વારા જ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેયર કરવામાં આવ્યો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Vigilant #CISF personnel apprehended a passenger carrying foreign currency (worth approx. Rs 41lakh) concealed in “Lehenga Buttons” kept inside his bag @ IGI Airport, New Delhi. The Passenger was handed over to customs.#PROTECTIONandSECURITY #Alertness@HMOIndia@MoCA_GoI pic.twitter.com/QHul4Q1IXr
— CISF (@CISFHQrs) August 30, 2022
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ વીડિયો CISF દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો લોકો ખુબ જોઈ રહ્યા છે અને શેયર કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો જોઈ દંગ રહી ગયા હતા. કેટલાક લોકો તો આ માણસના મગજ અને આઈડિયાની પ્રશંસા પણ કરી રહ્યા છે. આવા અનેક કિસ્સા ભૂતકાળમાં જોવા મળ્યા છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/jn6Sp7m
via IFTTT