Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Viral Video: પંજાબના રસ્તાઓ પર સર્જાયો ફિલ્મી સીન, ડ્રગ સ્મગલરોને પકડવા 10 કિલોમીટર સુધી દોડી પોલીસ

Viral Video Film scene created on the roads of Punjab police ran for 10 kilometers to catch drug smugglers

આપણે બોલિવૂડ અને હોલિવૂડનાં ચોર-પોલીસની લડાઈ અને દોડભાગના દ્રશ્યો તો જોયા જ હશે. આવા દ્રશ્યો સામાન્ય જીવનમાં ભાગ્યે જ બનતા હોય છે પણ જ્યારે આવી ઘટના સાચે બન્ને છે તો તે ચોંકાવનારી હોય છે. હાલમાં પંજાબમાં (Punjab) આવી જ એક ઘટના બની છે. પંજાબના ફિરોજપુર જિલ્લામાં પોલીસે ડ્રગ સ્મગલરોની કારનો પીછો કરતા કરતા એવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા કે જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ ગયા. છેલ્લે તેમણે તે ડ્રગ સ્મગલરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 10 કિલોમીટર પીછો કરીને તે ડ્રગ સ્મગલરો પાસેથી 10 ગ્રામ હેરોઈન પકડી પાડ્યુ હતુ.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પંજાબના ફિરોજપુરના મુખ્ય માર્કેટના બન્સી ગેટ વિસ્તારમાં પોલીસની એક ટીમ પોતાની ગાડીમાં એક કારનો પીછો કરી રહ્યા છે. તે કારમાં ડ્રગ સ્મગલરો ડ્રગ લઈને ભાગી રહ્યા છે. તેમણે તે કારને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે રોકાઈ નહીં અને બજારમાં લોકોની ભીડ વચ્ચેથી ઝડપથી ભાગવા લાગી. તે દરમિયાન તેણે અનેક વાહનો અને લોકોને તક્કર મારી હતી. એક જગ્યાએ પોલીસ ગાડીમાંથી ઉતરીને તે ડ્રગ સ્મગલરોને પકડવાનો પ્રયત્ન કરે છે પણ તે ભાગવામાં સફળ થાય છે. તે દરમિયાન પોલીસના હાથમાં બંદૂક જોઈ બજારમાં સૌ કોઈ ચોંકી જાય છે. પોલીસે આ કાર પર ફાયરિંગ પણ કર્યુ હતુ. 10 કિલોમીટર બાદ પોલીસ તે કારને પકડવામાં સફળ થાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

પોલીસે આ ડ્રગ સ્મગલરોને પકડવાનો સંકલ્પ કરી જ લીધો હતો એટલે જ અનેક મુશ્કેલીઓ છતા તેમણે 10 કિલોમીટર પીછો કરીને તેમણે તે કારને પકડી લીધી હતી. આ કારમાંથી માન સિંહ અને રાજબીર સિંહ નામના 2 ડ્રગ સ્મગલરો પકડાયા હતા. તેમની બરાબર તપાસ અને શોધખોળ કરતા તેમની પાસેથી 10 ગ્રામ હેરોઈન જપ્ત કર્યુ હતુ. આ ડ્રગને કારણે જ તેઓ પોલીસથી ભાગી રહ્યા હતા. પોલીસે આ બન્ને વિરુદ્ધ કલમ 307, 353, 186, 279 અને એનડીપીએસ એક્ટ મુજબ કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ રાખી છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Zpr2l5R
via IFTTT
I.T. engineer

Post a Comment