પોરબંદરમાં (Porbnadar) પશુપાલન મંત્રી રાઘવજી પટેલના (Raghavji patel) હસ્તે 73માં વનમહોત્સવનો પ્રારંભ થયો કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વૃક્ષોની જરૂરિયાત વિશે માહિતી આપી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લમ્પીગ્રસ્ત (Lumpy) પશુઓના નિકાલ બાબતે ચર્ચા કરી હતી. ચોમાસાની સીઝનમાં દર વર્ષે વન વિભાગ દ્રારા શહેરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યકમ કરવામાં આવે છે તેમજ જિલ્લા કક્ષાએ વન મહોત્સવનો કાર્યક્રમ કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે.
આજે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ તથા ધારાસભ્ય બાબુ બોખીરિયા (Babu bhokhiriya) સહિતના રાજકીય આગેવાનોએ વન મહોત્સવનો પ્રારંભ કરાવી લોકજાગૃતિનો પ્રચાર શરૂ કર્યો હતો અને લોકોને વૃક્ષની જરૂરી માહિતી પૂરી પાડી હતી.પોરબંદર ખાતે 73 માં વન મહોત્સવ નો પ્રારંભ થયો કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રારંભ થયો અમારા હાથે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષો નો ઉછેર થાય તેવા ઉદેશથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, અમારા વિભાગ દ્રારા અને મુખ્યમંત્રી દ્રારા ખાસ સૂચના આપેલી છે કે લમ્પીગ્રસ્ત ગાયો માટે આઇસોલેટેડ વોર્ડમાં સારવાર આપવાની સૂચના છે બે પ્રકારના મૃતદેહ છે જેમાં લંપી પશુઓ માટે તેમની અલગ વ્યવસ્થા કરવાની સૂચના છે જિલ્લા કલેકટરના નિરિક્ષણ હેઠળ કામગીરી કરવામાં આવે છે. લંપી ગ્રસ્ત મૃતદેહને ખાડામાં દફનાવી તેમના દવા અને મીઠાનો છંટકાવ કરી ધૂળ પાથરવામાં આવે છે બીજા સામાન્ય મૃતદેહ માટે ઇજારેદારો હાડકા અને ચામડા અલગ કરી વિધિ કરવામાં આવે છે
ક્યાંક ક્યાંક ઇજારેદારોની કામગીરીમાં વિલંબ થાય છે, પરંતુ તાત્કાલિક કામગીરી કરવા વિભાગો દ્રારા સુચન આપવામાં આવ્યા છે . હાલ તો પોરબંદર શહેરમાં લમ્પી ગ્રસ્ત પશુઓના મૃતદેહ રઝળતા હોવાના વિવાદથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે.
વિપક્ષ અને સ્થાનિકો દ્વારા થયો હતો ઉગ્ર વિરોધ
નોંધનીય છે કે પોરબંદરમાં વિપક્ષ અને સ્થાનિકોના વિરોધ બાદ પાલિકા જાગી છે અને લમ્પીગ્ર્સ્ત ગાય મોતને ભેટી હોય તે ગાયના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે જાવર ગામ નજીકના સમુદ્ર કિનારા પર પાલિકાએ ગાયોના મૃતદેહ રઝળતા મૂકી દેતા યુથ કોંગ્રેસે આ બાબતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પાલિકાની પોલ ખોલી હતી. ત્યારબાદ પાલિકાએ ગાયોના મૃતદેહ માટે અલગ ખાડા કરી તેના નિકાલની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ યુથ કોંગ્રેસે મૃત ગાયોની અંતિમવિધિ માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે પોરબંદર પાલિકા બે ત્રણ દિવસમાં પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
(વિથ ઇનપુટ્: હિતેશ ઠકરાર, પોરબંદર)
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/zlcrRvS
via IFTTT