ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાઈ રહી છે. ત્રીજી ટી20 મેચ સેન્ટ કિટ્સમાં રમાઈ રહી છે. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને વેસ્ટ ઈન્ડિઝની ટીમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ઓપનીંગ જોડી કાયલ મેયર્સ અને બ્રેન્ડન કિંગે સારી શરુઆત કરી હતી. બંનેએ આક્રમક શરુઆત કર્યા બાદ ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. મેયર્સે (Kyle Mayers) અડધી સદી નોંધાવી હતી. 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન વેસ્ટ ઈન્ડિઝની ટીમે નોંધાવ્યા હતા.
ઓપનીંગ જોડી કાયલ મેયર્સ અને બ્રેન્ડન કિંગે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. મેયર્સે અડધી સદી નોંધાવી હતી.. તેણે 50 બોલમાં 73 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સારો તાલમેલ જળવાયો હતો. બંનેની જોડીએ શરુઆત સારી કરાવી હતી. બંને વચ્ચે મોકો મળે એટલે બાઉન્ડરી ફટકારી રન સ્કોર બોર્ડમાં ઉમેરવાનો પ્રયાસ પણ સારો રહ્યો હતો. જોકે હાર્દિક પંડ્યાએ 8મી ઓવરમાં બ્રેન્ડન કિંગની વિકેટ ઝડપી હતી. તેણે નાંખેલા બોલ પર બેટની બહારની કિનારી અડકીને બોલ સીધો જ સ્ટંપમાં જઈને અથડાતા તે આઉટ થયો હતો. તે 20 રન જોડીને પરત ફર્યો હતો.
અંતમમાં પોવેલ અને હેટમાયરની આક્રમક રમત
નિકોલ પૂરન બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. તેણે 23 બોલમાં 22 રન નોંધાવ્યા હતા. પૂરને એક છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 107 રનના ટીમના સ્કોર પર આઉટ થયો હતો. આમ ભારતીય બોલરોએ બીજી વિકેટ માટે પણ લાંબી રાહ જોવી પડી હતી. ભૂવનેશ્વરે તેને ઋષભ પંતના હાથમાં કેચ ઝડપાવી દીધો હતો. ત્યાર બાદ કાયલ મેયર્સ પણ ભૂવનેશ્વરનો શિકાર થયો હતો. આમ ભૂવનેશ્વરે 2 વિકેટ ઝડપી હતી.
રોવમેન પોવેલ અને હેટમાયરે અંતમાં ટીમનુ સ્કોર બોર્ડ ઝડપથી ફેરવવા માટે પ્રયાસ કર્યો હતો. હેટમાયરે 2 છગ્ગાની મદદ વડે 12 બોલમાં 20 રન નોંધાવ્યા હાતા. જ્યારે રોવમેન પોવેલે 14 બોલમાં 23 રન નોંધાવ્યા હતા. આમ બંનેએ ઝડપી સ્કોરબોર્ડ ફેરવવા માટે પ્રયાસ અંતિમ ઓવરમાં કર્યો હતો. જોકે બંને અંતિમ ઓવરમાં આઉટ થઈ પરત ફર્યા હતા. આમ વેસ્ટ ઈન્ડિઝ ટીમની રમત 5 વિકેટે 164 રનના સ્કોર પર અટકી હતી.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/eb5PFDL
via IFTTT