Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IND Vs WI T20 Match Report Today: ભારતનો 59 રને વિજય, ભારતીય બોલરો 132 રનમાં જ કેરેબિયન ટીમને સમેટી લીધી, ટીમ ઈન્ડિયા શ્રેણીમાં અજેય

India vs West Indies 4th T20 Match Report IND vs WI Today Match Full Scorecard in Gujarati

અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ ખાતે  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ રમાઈ હતી. આ મેચ જીતવા સાથે ભારત હવે સિરીઝમાં 3-1 થી અજેય સરસાઈ મેળવી ચુક્યુ છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરનેટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ (Indian Cricket Team) રોહિત શર્મા (Rohit Sharma), સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે શાનદાર ઈનીંગ રમી હતી. પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને ભારતે 191 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. 132 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતનો 59 રને વિજય થયો હતો.

ભારતીય બોલરોએ શરુઆતથી જ જબરદસ્ત બોલીંગની શરુઆત કરી હતી. શરુઆત થી જ દબાણમાં કેરેબિયન ટીમના રાખવાની યોજના અમલમાં મુકી હતી અને જે સફળ રહી હતી. શરુઆતમાં બીજી ઓવરમાં આવેશ ખાને બ્રાન્ડન કિંગ્સની વિકેટ ઝડપી હતી. જે મહત્વની રહી હતી. કિંગ માત્ર 13 રન નોંધાવીને પરત ફર્યો હતો. બ્રેન્ડન કિંગ આવેશ ખાનને તેના જ બોલ પર કેચ આપી બેઠો હતો. બોલમાં ખાસ ઉછાળ નહોતો અને કિંગે સરળતાથી બોલને સીધો આવેશના હાથમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ ચોથી ઓવરના પ્રથમ બોલે ડેવોન થોમસની વિકેટ આવેશે ઝડપતા જ કેરેબિયન છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. થોમસ માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. આવેશે તેની બીજી ઓવરમાં બીજી વિકેટ ઝડપી હતી.

આવેશ, અર્શદીપ અને બિશ્નોઈની શાનદાર બોલીંગ

આવેશ ખાનની જબરદસ્ત શરુઆત બાદ સેમસન અને પંતે મળીને નિકોલસ પૂરનને રન આઉટ કર્યો હતો. પૂરન શોટ લગાવીને સામેના છેડે દોડીને પહોંચી ગયો હતો. આમ એક જ છેડે બે ખેલાડીઓ ભેગા થઈ ગયા હતા અને સેમસન-પંતની જોડીએ તેને પરત ફરવા માટે કોઈ મોકો છોડ્યો નહોતો. પૂરન 8 બોલમાં 24 રન નોંધાવી પરત ફર્યો હતો. તેણે આઉટ થયો એ ઓવરમાં જ ત્રણ છગ્ગા જમાવી દીધા હતા.

કાઈલ મેયર્સ 16 બોલમાં 14 રન અને રોવમેન પોવેલ 16 બોલમાં 24 રન નોંધાવીને અક્ષર પટેલનો શિકાર થયા હતા. અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. હેટમાયરે 19 બોલમાં 19 રન અને જેસન હોલ્ડરે 9 બોલમાં 13 રન નોંઘાવ્યા હતા. અકીલ હુસેન 3 રન, ડોમિનિક ડ્રેક્સ 5 રન અને ઓબેદ મિકોય 2 રન નોંધાવીને પરત ફર્યા હતા. અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈએ 2 વિકેટ મેળવી હતી. આવેશે 4.20ની ઈકોનોમી સાથે 4 ઓવરમાં માત્ર 17 રન ગુમાવી 2 વિકેટ ઝડપી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/R0pzrDY
via IFTTT
I.T. engineer

Post a Comment