Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IND Vs WI T20 Match Report Today: ભારતે 4-1 થી ટી20 શ્રેણી વિજય, અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાનો 88 રને શાનદાર વિજય

India vs West Indies 5th T20 Match Report IND vs WI Today Match Full Scorecard in Gujarati

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચેની ટી20 સિરીઝનો અંત થયો છે. ભારતે આ સિરીઝ 4-1 થી જીતી લીધી છે. ભારતે આ પહેલા વન ડે સિરીઝ પણ શાનદાર અંદાજમાં જીતી લીધી હતી. આમ ભારતીય ટીમનો કેરેબિયન પ્રવાસ શાનદાર રહ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની આશાઓ ફરી એકવાર નિરાશાજનક રહી હતી. અંતિમ ટી20 મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. અંતિમ મેચમાં રોહિત શર્માને આરામ અપાતા, હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળ્યુ હતુ. ભારતે શ્રેયસ અય્યરની અડધી સદીની મદદ થી વેસ્ટ ઈન્ડિઝ સામે 189 રનનો પડકાર 7 વિકેટે રાખ્યો હતો. રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) એ 4 વિકેટ ઝડપી હતી.

બિશ્નોઈ, અક્ષર પટેલ અને કુલદીપની ધમાલ

ભારતીય બોલીંગ આક્રમણ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ રીતસરની ઘૂંટણીયે પડી ગઈ હતી. શૂન્ય રને જ ભારતીય બોલર અક્ષર પટેલે વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરુઆત કરાવી હતી. અક્ષર પટેલે શરુઆતની ત્રણ વિકેટ ઝડપી લઈને વેસ્ટ ઈન્ડિઝને પરેશાન કરી દીધુ હતુ. બાકીનુ કાર્ય કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈએ પોતાના શાનદાર બોલીંગ પ્રદર્શન વડે પુરુ કર્યુ હતુ. એક જ ઓવરમાં બે બે વિકેટ બંનેએ વારાફરતી ઝડપતા વેસ્ટ ઈન્ડિઝની હાર નિશ્ચિત બની ગઈ હતી. રવિ બિશ્નોઈએ 2.4 ઓવર કરીને 4 વિકેટ 16 રન આપીને ઝડપી હતી. તેણે બે ઓવરમાં બે-બે વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. તેણે પણ એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. બંનેએ વિકેટોનો સિલસિલો સર્જતા જ ભારતીય ચાહકોને વિજય સામે દેખાવા લાગ્યો હતો.

હેટમાયરે અડદી સદી નોંધાવી

શિમરોન હેટમાયરે એકલા હાથે ચોગ્ગા અને છગ્ગમા જમાવીને વેસ્ટ ઈન્ડિઝ માટે સંઘર્ષની સ્થિતીમાં પ્રદર્શન જારી રાખ્યુ હતુ. પરંતુ બીજા છેડે તેને સાથ પૂરાવવા માટે કોઈ જ ક્રિઝ પર ટકીને ઉભુ રહી શક્યુ નહોતુ. જેને લઈ વેસ્ટ ઈન્ડિઝની હાર નિશ્ચિત બની હતી. હેટમાયરે 35 બોલમાં 56 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર શરમાહ બ્રૂક્સે 13 રન નોંધાવ્યા હતા. જે ટીમનો બીજો સૌથી મોટો સ્કોર હતો. જ્યારે ડેવોન થોમસ 11 બોલમાં 10 રન નોંધાવીને પરત ફર્યો હતો. કેપ્ટન નિકોલસ પૂરન 3 રન નોંધાવી શક્યો હતો. જ્યારે રોવમેન પોવેલ 13 બોલમાં 9 રન નોંધાવીને આઉટ થયો હતો.

કીમો પોલ શૂન્ય રને આઉટ થયો હતો. તે ગોલ્ડન ડક પરત ફર્યો હતો. ડોમિનિક ડ્રેક્સ 2 બોલમાં 1 રન, ઓડિયન સ્મિથ 3 બોલનો સામનો કરીને શૂન્ય રને પરત ફર્યો હતો. જ્યારે ઓબેદ મેકોય શૂન્ય રને આઉટ થયો હતો. આમ16મી ઓવરના ચોથા બોલની રમતમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ પૂરી 20 ઓવર બેટીંગ કરી શક્યુ નહોતુ. આમ 88 રને ભારતનો વિજય થયો હતો.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/EzM01oY
via IFTTT
I.T. engineer

Post a Comment