Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Gujarat માં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

Gujarat Kharif Crop

ગુજરાતમાં(Gujarat)  આ વર્ષે સારા ચોમાસાના(Monsoon 2022)  પગલે  ચાલુ વર્ષે અંદાજિત 70.24  લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું(Kharif Crop)  વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે તેમ આજે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું.  રાહત કમિશનર પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

વોર્નીગ ૫ર કુલ 17  જળાશય

રાહત કમિશ્નરે એ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 262412  એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 78.55 ટકા  છે. જ્યારે રાજયનાં 206  જળાશયોમાં 229027  એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 60.74 ટકા  છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –53,એલર્ટ ૫ર કુલ-09  તેમજ વોર્નીગ ૫ર કુલ 17  જળાશય છે.

13 NDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ

તેમણે કહ્યું હતું કે રાજયમાં હાલ કુલ NDRFની 13 ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-1 , બનાસકાંઠા-1 , ભાવનગર-1 , દેવભૂમી દ્વારકા-1, ગીરસોમનાથ-1 , જામનગર-1 , જૂનાગઢ-1 , કચ્છ-1 , નવસારી-2 , રાજકોટ-1 , સુરત-1  અને વલસાડમાં -1 ટીમનો  સમાવેશ થાય છે. આમ કુલ -13 NDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.

ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત

હવામાન વિભાગના નિયામક  મનોરમા મોહંતીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો આપતાં કહ્યું હતું કે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.  આ બેઠકમાં રાહત નિયામક  સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Dmx2W8r
via IFTTT
I.T. engineer

Post a Comment