Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

CWG 2022: દિવ્યા કાકરાને વધાર્યું ગૌરવ, હરીફને અડધી મિનિટમાં હરાવી દઈ બ્રોન્ઝ જીત્યો

CWG 2022 Wrestling Divya Kakran won Bronze medal in women 68 kg Commonwealth Games

ભારતીય મહિલા કુસ્તીબાજ દિવ્યા કાકરાને (Divya Kakran) શુક્રવારે 68 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિવ્યાએ પોતાની હરીફ ટાઈગર લીલીને મિનિટોમાં હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિવ્યાને આ મેડલ જીતવામાં માત્ર અડધી મિનિટ લાગી હતી. દિવ્યા કાકરાન કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) ક્વાર્ટર ફાઇનલમાં નાઇજીરિયાની બ્લેસિંગ ઓબોરુદ્દુ સામે ટેકનિકલ શ્રેષ્ઠતા (0-11)થી હારી ગઈ હતી. જ્યારે બ્લેસિંગ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી ત્યારે દિવ્યાને રિપેચેજ રમવાની તક મળી.

કોમનવેલ્થ ગેમ્સમાં દિવ્યાનો આ સતત બીજો મેડલ છે. ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી 2018 કોમનવેલ્થ ગેમ્સમાં દિવ્યાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે આ વર્ષે તે પોતાના મેડલનો રંગ બદલી શકી નથી.

 

 

પિતા સ્ટેડિયમની બહાર લંગોટ વેચતા હતા

દિવ્યા માટે અહી સુધીની સફર કરવી સરળ રહી નથી. તેના પરિવારની આર્થિક સ્થિતિને કારણે તે શરૂઆતથી જ સંઘર્ષ કરી રહી છે. દિવ્યાને શરૂઆતથી જ કુસ્તીમાં રસ હતો જે તેના પિતાએ પૂર્ણ કર્યો. પરંતુ આ માટે તેના પિતા પણ ખૂબ જ મહેનત કરી છે. એક સમય હતો જ્યારે દિવ્યાના પિતા સૂરજ સ્ટેડિયમની બહાર લંગોટ વેચતા હતા. જ્યાં દિવ્યા તેના દાવથી વિરોધીને ચિંતામાં મૂકતી હતી, તેના પિતા એ જ સ્ટેડિયમની બહાર પેટ ભરવા માટે લંગોટ વેચતા હતા. દિવ્યાએ સ્પોર્ટ્સમાં નામ કમાવવાનું શરૂ કર્યું એ સાથે જ તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી થતી ગઈ.

દિલ્હીના મુખ્યમંત્રીને અપીલ

દિવ્યાએ 2018માં રમાયેલી એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાંથી પરત ફર્યા બાદ તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક કાર્યક્રમમાં મદદ માટે અપીલ કરી હતી. દિવ્યાએ કહ્યું હતું કે, “જ્યારે હું કોમનવેલ્થ ગેમ્સ-2018માં મેડલ જીતીને પરત ફરી ત્યારે તમે મને ફોન કર્યો અને કહ્યું કે તમે મને મદદ કરશો. મેં એશિયન ગેમ્સની તૈયારી માટે મદદ માંગી હતી પરંતુ મને મળી નહોતી. મેં એક પત્ર પણ લખ્યો. પણ કંઈ થયું નથી.”

દિવ્યા 2020માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. તેણે 2021માં આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 2017માં તે માત્ર સિલ્વર મેડલ જીતી શકી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/KIbT2nv
via IFTTT
I.T. engineer

Post a Comment