Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

China Taiwan Tension: તાઈવાને ચીનને આપ્યો જડબાતોડ જવાબ, ચીની ગુપ્ત ડ્રોન પર ચલાવી ગોળી

Taiwan gave a big response to China, shooting at a Chinese drone

ચીન અને તાઈવાન (China Taiwan Tension) વચ્ચે કોઈપણ સમયે યુદ્ધ થઈ શકે છે. ડ્રેગન તાઈવાન સ્ટ્રેટમાં સતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. ચીનના ગુપ્તચર ડ્રોને (China Drone) મંગળવારે તાઈવાનના કિનમેન દ્વીપમાં ઘૂસણખોરી કરી હતી. જવાબમાં તાઈવાને પણ ગોળીબાર કર્યો હતો. તાઈવાનની સેનાએ ચાઈનીઝ ડ્રોન પર ફાયરિંગ કર્યું, જે બાદ ચીની ડ્રોનને પરત ફરવું પડ્યું. તમને જણાવી દઈએ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, પરંતુ કિનમેન દ્વીપ પર પણ તેનું નિયંત્રણ છે. ચીન આ ટાપુ પાસે પોતાનું ડ્રોન ઉડાવી રહ્યું હતું. જણાવી દઈએ કે આ ટાપુ ચીનને અડીને આવેલો છે.

તાઈવાનનું કહેવું છે કે વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ ડ્રેગન તેનું પાલન નથી કરી રહ્યું. તે તાઈવાનના નાના ટાપુ પાસે પોતાનું ડ્રોન ઉડાવી રહ્યું છે. આ વખતે તેણે કિનમેન એરસ્પેસ નજીક ઉડાન ભરી હતી. તાઈવાનનું કહેવું છે કે ચીન હવે આ યુદ્ધ કવાયત હેઠળ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મંગળવારે પણ ચીને તાઈવાન બોર્ડર પાસે રોકેટ લોન્ચર વડે યુદ્ધાભ્યાસ કર્યો હતો. પીએલએ નેવીના અંડરવોટર કમાન્ડોએ ઊંડા પાણીમાં ફાયર ડ્રિલ હાથ ધરી હતી.

ડ્રેગન તાઈવાનના દાવથી દંગ રહી ગયો

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના મગજમાં ખળભળાટ મચી ગયો છે. વૈશ્વિક વિલન પોતાને સવા શેર માની રહ્યું છે. તેને લાગે છે કે વિશ્વનું શક્તિ કેન્દ્ર વ્હાઈટ હાઉસથી બેઈજિંગમાં શિફ્ટ થયું છે. પરંતુ તાઈવાન જેવા નાના દેશે અમેરિકા સાથે જોડાણ કરીને એવો નક્કર દાવ લગાવ્યો કે ડ્રેગન ધ્રૂજી ઊઠ્યો. સુપર પાવર બનવાનું તેમનું સપનું ચકનાચૂર થઈ ગયું.

બસ આ ડરને કારણે ચીન તાઈવાનને ગળી જવાની તૈયારી કરી રહ્યું છે. સૈન્ય તેના પર ઓપરેશન શરૂ કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે અને અમેરિકા તાઈવાનની સામે તેના વિનાશક હથિયારો બતાવી રહ્યું છે. અહીં એક વાત સ્પષ્ટ છે કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા પણ આ યુદ્ધમાં કૂદી પડશે.

નોંધપાત્ર વાત એ છે કે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીની તાઈપેઈની મુલાકાત બાદથી તાઈવાન પર સૈન્ય દબાણ યથાવત છે. આ મુલાકાતના જવાબમાં ચીને શરૂઆતમાં તાઈવાન નજીકના સમુદ્રમાં મોટાપાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી અને પછી તાઈવાન પર મિસાઈલો છોડી હતી, જે જાપાનના આર્થિક ક્ષેત્રમાં પડી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/5g6r0cw
via IFTTT
I.T. engineer

Post a Comment