કર્ણાટક હાઈકોર્ટે (karnataka high court) હુબલી ઈદગાહના મેદાનમાં 2 દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરવાની પરવાનગી આપી છે. મંગળવારે મોડી રાત્રે ચુકાદો સંભળાવતા હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઈદગાહના મેદાનમાં (Eidgah grounds) ગણેશ પૂજાને લઈને ઘણો વિવાદ થયો હતો. અગાઉ પણ કર્ણાટક હાઈકોર્ટે અહીં ઉત્સવની પરવાનગી આપી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલામાં બંને પક્ષે યથાવત સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ કર્ણાટક હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈદગાહની જમીનને લઈને કોઈ વિવાદ નથી. અગાઉ, રાજ્ય સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે તે વિવાદિત જમીન છે, પરંતુ હાઇકોર્ટે તેને ફગાવી દીધી છે.
Karnataka High Court upholds authorities’ decision to allow #GaneshChaturthi
Karnataka HC notes that said property is of the respondent and it is being used for carrying out regular activities
— ANI (@ANI) August 30, 2022
SCએ કહ્યું હતું – પૂજા બીજે ક્યાંક થવી જોઈએ
સુપ્રીમ કોર્ટે મંગળવારે બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની પરવાનગીનો ઇનકાર કર્યો હતો અને સ્થળ પર બંને પક્ષો દ્વારા યથાવત સ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, છેલ્લા 200 વર્ષમાં ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીની આવી કોઈ ઉજવણી કરવામાં આવી નથી. તેમણે આ કેસના પક્ષકારોને વિવાદના નિવારણ માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ એમએમ સુંદરેશની ત્રણ જજોની બેન્ચે સાંજે 4:45 વાગ્યે વિશેષ સુનાવણીમાં કહ્યું કે પૂજા અન્ય જગ્યાએ કરવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે કર્ણાટકના સેન્ટ્રલ મુસ્લિમ એસોસિએશન અને કર્ણાટક વક્ફ બોર્ડની અપીલ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
CJIએ ત્રણ જજની બેન્ચની રચના કરી હતી
અગાઉ, મુખ્ય ન્યાયાધીશ યુ યુ લલિતે ગણેશ ચતુર્થીની ઉજવણી માટે બેંગલુરુમાં ઈદગાહ મેદાનનો ઉપયોગ કરવાના હાઈકોર્ટના આદેશને પડકારતી સેન્ટ્રલ મુસ્લિમ એસોસિએશન ઑફ કર્ણાટક અને કર્ણાટક વક્ફ બોર્ડની અરજીની સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચની રચના કરી હતી. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બે જજની બેન્ચે મતભેદને ટાંકીને આ મામલો ચીફ જસ્ટિસને મોકલ્યા પછી આ આદેશ આવ્યો.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/hmUXtxd
via IFTTT