Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

છોટાઉદેપુરના નાની ઝડૂલી ગામની પરેશાની, પાણીમાં ખોવાયો વિદ્યાર્થીઓનો રસ્તો

Chhota Udaipur problem of Nani Zaduli village

ગુજરાતના છોટાઉદેપુરના(Chhota Udaipur)  નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારમાં  નાની ઝડુલી(Nani Zaduli)   અનેક વિધ સમસ્યાથી  ત્રસ્ત છે. જેમાં ગામના  વિદ્યાર્થીઓ ભણવા તો માગે છે પણ સ્કૂલ સુધી જવાનો રસ્તો(Poor Road)  વારંવાર  પાણીમાં ગરકાવ થઈ જાય છે.હવે બાળકો જીવના જોખમે રસ્તો ઓળંગવા મજબૂર છે પણ સરકારી તંત્ર સ્થિતિ સુધારવાને બદલે પોતે જ પાણીમાં બેસી ગયું છે.આમ તો મેણ નદીમાં થઈને આ બંને ગામના લોકો વર્ષોથી પસાર થાય છે, પણ ચોમાસામાં આ રસ્તેથી પસાર થવું ખૂબ મશ્કેલ હોય છે, કારણકે ચોમાસાના સમયે આ નદીમાં પાણી આવે તો બંને ગામનો સંપર્ક તૂટી જાય છે. નાની ઝડુલી ગામ નસવાડી તાલુકામાં આવેલું છે તો મોટી ઝડુલી ગામ કવાંટ તાલુકાનું ગામ છે, આમ બે તાલુકાની સરહદોને લઈ કદાચ આ વિસ્તારનો વિકાસ ખોરંભે પડ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે. હવે જ્યારે કવાંટ કે છોટાઉદેપુરના મુખ્ય મથકે જવું હોય તો પણ આ જ રસ્તાનો ગામલોકોએ ઉપયોગ કરવો પડે છે ત્યારે લોકોની માગ છે કે આ નદી પર ઝડપથી પુલ બનાવી આપવામાં આવે..

લોકો તો ગમે તેમ કરીને હાડમારી વચ્ચે વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ કરે છે, પણ નાના ભૂલકાઓનો શું વાંક છે? સૌ ભણે સૌ આગળ વધે તેવું સરકારનું સુત્ર છે, પણ આ રીતે કેવી રીતે ભણશે દેશનું ભાવિ ? એ એક મોટો સવાલ છે..વર્ષો પહેલા આદિવાસી સમાજના લોકો પોતાના બાળકો ભણાવતા ન હતા પરંતુ આજે હવે શિક્ષણમાં જાગૃતિ આવી છે ત્યારે બાળકોને ભણાવવા માટે યોગ્ય વસ્વસ્થાનો અભાવ નડી રહ્યો છે. આમ છતાં પોતાનું બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે વાલીઓ જીવનું જોખમ પણ ખેડાવી બાળકોને શાળાએ મોકલી રહ્યા છે. શાળાના આચાર્ય અને વાલીઓ પણ બાળકો સહી સલામત સ્કૂલે આવે અને સલામત ઘરે પહોંચે તેવી ચિંતા કરી રહ્યા છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Dfo0QLS
via IFTTT
I.T. engineer

Post a Comment