Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ટાટા મોટર્સે ફોર્ડ ઈન્ડિયાનો સાણંદ પ્લાન્ટ ખરીદ્યો, ઈલેક્ટ્રિક વાહનનું થશે ઉત્પાદન

Tata Motors

જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, તે જોતા લોકો હવે વધુ ઈલેક્ટ્રીક વાહનો (electric vehicles) ખરીદી રહ્યા છે. કાર કંપનીઓ પણ હવે ઈલેક્ટ્રિક વાહનોના નવા મોડલ બજારમાં ઉતારી રહી છે. આવનારો સમય ઈલેક્ટ્રિક વાહનનો છે. આને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સ હવે મોટાપાયે ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. ટાટા મોટર્સ (Tata Motors) EV સેગમેન્ટનું નેતૃત્વ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે ફોર્ડ ઈન્ડિયાનો સાણંદ પ્લાન્ટ ખરીદ્યો છે. સાણંદ પ્લાન્ટ ગુજરાતમાં છે. ટાટા આ પ્લાન્ટને 726 કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહી છે. આ ડીલ માટે ટાટા મોટર્સે ફોર્ડ ઈન્ડિયા સાથે યુટીએ (યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા મોટર્સે એક્સચેન્જ ફાઈલિંગમાં આ માહિતી આપી છે.

ડીલમાં શું સામેલ છે?

આ ડીલમાં ભારતીય ઓટો કંપની ફોર્ડ ઈન્ડિયાની સમગ્ર જમીન, ઈમારત, મશીનરી અને ઈક્વિપમેન્ટ તેમજ વાહન ઉત્પાદન જેવી તમામ સંપત્તિ સામેલ છે. જોકે, ફોર્ડ તેના પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરવાનું ચાલુ રાખશે. આ માટે તે ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ઈમારતો અને જમીનને ફરીથી લીઝ પર લેશે. આ ડીલથી કર્મચારીઓની નોકરીઓ પર અસર ન થાય તે માટે ટાટા મોટર્સની પેટાકંપનીએ પાવરટ્રેડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા ફોર્ડ ઈન્ડિયાના તમામ પાત્ર કર્મચારીઓને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

પ્લાન્ટથી હજારો લોકોને રોજગારી મળી છે

આ પ્લાન્ટમાં 3 હજારથી વધુ લોકોને સીધી રોજગારી મળી છે અને લગભગ 20 હજાર લોકોને આડકતરી રીતે રોજગારી મળી છે. ડીલ મુજબ સાણંદ પ્લાન્ટમાં કામ કરતા તમામ પાત્ર કર્મચારીઓને ટાટા મોટર્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ચાલો આપણે વાત કરીએ કે ફોર્ડ ઈન્ડિયાનો સાણંદ પ્લાન્ટ 350 એકરમાં ફેલાયેલો છે. એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ 110 એકરમાં છે. આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સને ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવર માટે મંજૂરી મળી હતી. આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ફોર્ડ મોટરે ગયા વર્ષે ભારતમાંથી તેનો બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Gx2JoK6
via IFTTT
I.T. engineer

Post a Comment