Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

દુબઈ જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો, વર્ષના પ્રથમ છ મહિનામાં જ સંખ્યા બમણી થઈ

Dubai

વર્ષ 2022ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ફરવા માટે દુબઈ (Dubai) જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા બમણીથી વધીને 8.58 લાખ થઈ ગઈ છે. મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં આ આંકડો આપતા દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગ (ડીઈટી)એ જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ભારતમાંથી દુબઈ પહોંચનારા મુસાફરોની સંખ્યા 4.09 લાખ હતી. એટલે કે તેમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. દુનિયાભરમાંથી દુબઈ પહોંચતા મુસાફરોની સંખ્યા જોઈએ તો ગયા વર્ષની સરખામણીમાં તે 3 ગણી થઈ ગઈ છે.

પ્રવાસીઓની સંખ્યા કેટલી વધી

જાન્યુઆરી-જૂન 2022 દરમિયાન કુલ 71.2 લાખ વિદેશી મહેમાનો દુબઈમાં આવ્યા હતા, જે 2021ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 25.2 લાખ વિદેશી મહેમાનોની સંખ્યા કરતાં લગભગ ત્રણ ગણી છે. તેમાંથી 22 ટકા પ્રવાસીઓ પશ્ચિમ યુરોપથી દુબઈ આવ્યા હતા. દુબઈના ક્રાઉન પ્રિન્સ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે જણાવ્યું હતું કે, પ્રવાસીઓની સંખ્યામાં આ વધારો દુબઈ અમીરાતની અર્થવ્યવસ્થાની લડાયક ક્ષમતા અને ગતિશીલતાને દર્શાવે છે. આ સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ બનવાના દુબઈના મહત્વાકાંક્ષી લક્ષ્યને અનુરૂપ છે.

દુબઈ આવનારા વર્ષોમાં આ સ્થિતિને વધુ મજબૂત કરવાનું ચાલુ રાખશે. વધારો થયા પછી પણ પ્રવાસીઓની સંખ્યા હજુ પ્રી-કોવિડ સ્તરથી ઉપર પહોંચી શકી નથી. 2019ના પહેલા સમયમાં કોવિડ રોગચાળા પહેલા, વિશ્વભરમાંથી કુલ 83.6 લાખ પ્રવાસીઓ દુબઈ પહોંચ્યા હતા.

દુબઈમાં ટૂંક સમયમાં ભવ્ય મંદિર ખુલશે

આ ઓક્ટોબરમાં દુબઈમાં ભક્તો માટે નવું મંદિર ખોલવામાં આવશે. તેની શરૂઆત દશેરાના દિવસે કરવામાં આવશે. આ મંદિરમાં એક સમયે હજારથી 1200 લોકો દર્શન કરી શકશે. આ મંદિર બે તબક્કામાં ખુલશે, પહેલો તબક્કો 4 ઓક્ટોબરથી શરૂ થશે અને બીજો તબક્કો 14 જાન્યુઆરીથી શરૂ થશે. એવી આશા છે કે ખુલ્યા બાદ આ મંદિર દુબઈ પહોંચનારા ભારતીયોમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન સૌથી વધારે ટુરીઝમ ઉદ્યોગ પ્રભાવિત થયો હતો. પરંતુ કોરોના ઘટતા લોકોમાં પણ પ્રવાસન સ્થળોને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. તમામ પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. વિદેશ પ્રવાસની સાથે – સાથે ભારતના સ્થાનિક પ્રવાસન સ્થળો ભીડથી છલકાઈ રહ્યા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/fDcNFJe
via IFTTT
I.T. engineer

Post a Comment