ભારત તહેવારોનો દેશ છે. આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં અલગ અલગ ધર્મમાં માનનારા લોકો રહે છે. તે દરેક એક બીજાના ધર્મનું સન્માન કરીને બધા તહેવારો ધામધૂમથી ઉજવે છે. ભારતના વિવિધ રાજ્યોમાં ગણેશ ઉત્સવના તહેવારની શરુઆત થઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હર્ષોઉલ્લાસથી ગણેશ મૂર્તિનું ઘર અને સોસાયટીમાં સ્થાપન કરવામાં આવ્યુ. ગુજરાતની જનતા એ ઉત્સવ પ્રિય જનતા છે. તે જ્યાં પણ હોય પોતાના તહેવારને ધામધૂમથી યાદગાર રીતે ઉજવે છે. હાલમાં સુરતમાં પણ મોટી અને અનોખી ગણેશ મૂર્તિઓનું આગમન થયુ. ત્યારે સુરતના (Surat) રસ્તાઓ રોશનીથી ઝગમગી ઉઠયા હતા. હાલમાં સુરતના એક ગણેશ મંડપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
સુરતના લોકો ખુબ મોજીલા છે. તેઓ દરેક દિવસનો આનંદ લે છે. પૂર હોય, નવરાત્રિ હોય , દિવાળી હોય કે ગણેશ ચતુર્થી હોય, સુરતીઓ તેનો અલગ રીતે આનંદ માણતા હોય છે. સુરતીઓ દાનવીર હોવાની સાથે સાથે ઉત્સવ પાછળ પૈસા ખર્ચવામાં પણ આગળ છે. હાલમાં ગણેશજીના આગમન સમયે સુરતીઓએ દિલથી પૈસા ખર્ચા હતા, જેને કારણે મૂર્તિ, મંડપ, ડીજે અને ડેકોરેશનના બજારોમાં રોનક જોવા મળી હતી. સુરતીઓ દર વર્ષે અનોખી ગણેશ મૂર્તિ લાવતા હોય છે. અને મંડપની થીમ પણ સૌને આશ્ચર્યમાં મુકે તેવી હોય છે. હાલમાં સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરતમાં કેદારનાથ દેખાઈ રહ્યુ છે. પણ વાસ્તવમાં તે એક ગણેશ મંડપ છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
વાહ ! સુરતમાં કેદારનાથ ધામ જેવું ગણેશ મંડપ, દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ#GaneshChaturthi2022 #Ganpatibappa #Surat #Ganeshmandap pic.twitter.com/BxZbdFyavU
— Tv9 Gujarati (@tv9gujarati) August 31, 2022
આ વીડિયો સુરતના મોરા-હજીરા રોડના ભટલાઈ ગામનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આબેહૂબ કેદારનાથ સ્ટાઈલમાં મંડપ બનાવવામાં આવ્યો છે. કેદારનાથ ભગવાન શિવનું ધામ છે. આ કેદારનાથ મંડપમાં શિવના પુત્ર ગણેશની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સુરતમાં રામ મંદિર સ્ટાઈલમાં પણ એક ગણેશ મંડપ બનાવવમાં આવ્યો છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/mBq817e
via IFTTT