Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Ahmedabad : નિકોલમાં વિધર્મી યુવાન સાથે લગ્ન ભારે પડયા, યુવાન દ્વારા ત્રાસ અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Nikol Police Station

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પણ પ્રેમનો અંજામ એક યુવતીને ભારે પડ્યો છે. જેમાં અમદાવાદની  (Ahmedabad)  યુવતીએ અન્ય રાજ્યમાં તેની સાથે કામ કરતા વિધર્મી યુવક સાથે પ્રેમ (Love Marriage) કરી ઘર સંસાર માંડ્યો હતો. તેમજ થોડા સમય માટે બંનેનું દામ્પત્ય જીવન સારું ચાલ્યું અને બે સંતાનોના માતા પિતા પણ બન્યા. જો કે થોડા સમય બાદ ઘરકાંકાસ વધતા પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં સમગ્ર ઘટનામાં અમદાવાદના નિકોલમાં રહેતી યુવતીને ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી એક હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી.જે સમયે તેની સાથે કામ કરતા ખાલીદઅલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ જતી અને મિત્રતા પ્રેમ માં પરિણામી હતી જેથી બંનેએ વર્ષ 2014 માં કોર્ટ મેરેજ કર્યા હતા.

લગ્નના થોડા સમય પછી પતિ આદીલખાને યુવતી ક્યાં નોકરી કરતી હતી તે નોકરી પણ છોડાવી દીધી હતી. બીજી તરફ યુવતીના સાસુ નસીમબેગમ દ્વારા યુવતીને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવારનવાર ટોણા મારી હેરાન કરવામાં આવતી હતી.

બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ.

જોકે એક દિવસ યુવતીએ પતિ આદીલખાનનો મોબાઈલ ચેક કરતા પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોવાના ફોટો અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેથી યુવતી ગભરાઈ જતા અમદાવાદ આવી હતી. જે બાદ તેણે પતિને આ મામલે ફોન કરી પુછતા તેણે ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશમાં ઈલેક્શન છે એટલે મારી બંદુક પોલીસ સ્ટેશન ખાતે જમા છે, જ્યારે મારી બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ.

લગ્ન બાદ કઈ પ્રકારના ત્રાસ આપવામાં આવતા જતાં તે પણ પોલીસે તપાસ કરશે

યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીનો પતિ ખૂબ જ માથાભારે અને અસામાજીક તત્વો સાથે સંબંધો ધરાવે છે. યુવતીએ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ આદીલખાન સહિત સાસુ અને નણંદ, જેઠ સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તો સમગ્ર મામલે નિકોલ પોલીસે યુવતીની ફરિયાદ પરથી તેના પતિ સહિત અન્ય પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે અને પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ખરેખર યુવતીએ પ્રેમ લગ્ન કર્યા છે અને લગ્ન બાદ કઈ પ્રકારના ત્રાસ આપવામાં આવતા જતાં તે પણ પોલીસે તપાસ કરશે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/0gpoZXY
via IFTTT
I.T. engineer

Post a Comment