Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Ahmedabad : ન્યૂ રાણીપ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, બોટલો અને સ્ટિકર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Liquor Factory Busted

ગુજરાતના (Gujarat)  બોટાદમાં સર્જાયેલા ઝેરીદારૂ કાંડ બાદ રાજય સરકારે અનેક વિસ્તારોમાં દારૂના ગેરકાયદે વેચાણ કરનારા બુટલેગરો અને વેચાણ કરનારા પર તવાઈ બોલાવી છે. જેમાં અનેક બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે. જયારે અમદાવાદના(Ahmedabad)  ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દારૂ બનાવતી ફેક્ટરી
(Liquor Factory) ઝડપાઈ છે. જેમાં પીસીબીએ નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી છે. જેમાં ભંગારના ગોડાઉનમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ છે. જેમાં મોંઘીદાટ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચતા હતા. તેમજ દારૂની બોટલો અને સ્ટિકર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં પોલીસે મોહમ્મદ ઝાકીર ઉર્ફે મોનુ છીપાની ધરપકડ કરી છે. જયારે ફરાર આરોપી શંકર મારવાડીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

આ ઉપરાંત ગુજરાતમાં દરિયાઈ સીમા માંથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હતું જેના પર ATS દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી ડ્રગ્સ પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. આવી જ રીતે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચાલતા દારૂની હેરાફેરીના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી દારૂની હેરાફેરી બંધ કરાવી દીધા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાંચ જેટલા લીસ્ટેડ મોટા ગજાના બુટલેગરોને દબોચી લીધા છે અને તેમનો કરોડો રૂપિયાનો નેટવર્ક બંધ કરી દીધું છે.

ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે દારૂના દૂષણને નાથવા એસએમસી દ્વારા આવા તમામ બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી છે. SMC દ્વારા પાંચ જેટલા મોટા લિસ્ટેડ બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે જેથી રાજ્યમાં દારૂનું મુખ્ય નેટવર્ક બંધ થઈ ચૂક્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/wv1C970
via IFTTT
I.T. engineer

Post a Comment