Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Ahmedabad: SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે કુખ્યાત અમીના બાનુને ઝડપી

Ahmedabad: Crime branch nabs Amina Banu

અમદાવાદમાં  SOG ક્રાઈમ બ્રાંચ  (SOG Crime branch) MD ડ્રગ્સ સાથે મહિલા અને તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત  અમીનાબાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.  અગાઉ બ્રાઉન સુગરના (Brown Sugar) કેસમાં  અમિના બાનુ  10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ (Drug dealer) ડીલર છે અને 100 જેટલા  ડ્રગ્સ પેડલરોની ચેઈન ધરાવે છે.

કુખ્યાત મહિલાની પોલીસે શરૂ કરી પૂછપરછ

આ ઘટનામાં પોલીસે (Police) મહિલાને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.  નોંધનીય છે કે અગાઉ બ્રાઉન સુગરના કેસમાં અમીના બાનુ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. પોલીસે બાતમીને આધારે  અમીના બાનુ તથા તેના સાગરિતોની  ધરપકડ કરી હતી. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી.

ગુજરાતમાંથી વારંવાર ઝડપાઈ રહ્યું છે ડ્રગ્સ

ગુજરાતમાંથી છેલ્લા કેટલાય સમયથી દરિયાકાંઠે અને વિવિધ શહેરોમાંથી ડ્ર્ગ્સ ઝડપાઈ રહ્યું  છે, થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર , જૂનાગઢ અને  દ્વારકાના  દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા તો ગત રોજ વડોદરા (Vadodara)માં ગુજરાત ATS અને શહેર SOGની ટીમે વધુ એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યાં હતા. ભવાની એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ (Drugs) અને ડ્રગ્સનું રો મટિરિયલ જપ્ત કરવામાં આવ્યુ હતુ.

વડોદરાથી મળેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની તપાસ સુરત સુધી પહોંચી છે. સુરતમાં આરોપી મહેશ વૈષ્ણવના ઘરેથી રોકડા 50 લાખ રૂપિયા મળ્યા છે. સુરત SOG અને ATSએ સર્ચ કરતાં ઘરમાંથી રોકડા રૂપિયા મળ્યા હતા. મહેશ પોતાની પત્ની સાથે મોટા વરાછા ઉતરાણમાં આવેલા માર્વેલ લક્ઝરીયા નામના બિલ્ડિંગમાં રહેતો હતો. 1000 કરોડથી વધુની ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ મુખ્ય આરોપી તરીકે મહેશ ધોરાજી ઉર્ફે મહેશ વૈષ્ણવનું નામ સામે આવ્યું અને પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર કેસમાં SOG અને ATSએ વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/7Pi5DCK
via IFTTT
I.T. engineer

Post a Comment