Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Ahmedabad: અંગદાન માટે આવી રહી છે જાગૃતિ, રાજ્યમાં એક જ દિવસમાં 2 અંગદાનથી 5 વ્યક્તિઓને મળ્યું નવજીવન

5 persons got a new life from 2 organ donation in a single day in the Gujarat state civil hospital

રાજયમાં અંગદાન (organ donation) અંગે સતત જાગૃતિ (Awareness ) આવી રહી છે તે બાબતનું ઉદાહરણ છે કે આજે 26 ઓગસ્ટના  રોજ   થયેલા બે અંગદાનથી  5 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તો  એક જ દિવસમાં બે અંગદાન થયાના 10  જેટલા કિસ્સા  પણ નોંધાયા છે. કોઈના અંગદાનથી અન્ય વ્યક્તિઓને નવજીવન મળે છે અને મૃત્યુ પામેલી વ્યક્તિ બીજી એવી વ્યક્તિને મદદરૂપ થાય છે જે મૃત્યુના આરે પહોંચી ચૂકી છે.

20  મહિનામાં 90  વ્યક્તિઓના અંગદાનથી 261 લોકોને નવજીવન

ડિસેમ્બર 2020માં અંગોના રીટ્રાઇવલની મંજૂરી મળ્યા બાદ 26 મી ડિસેમ્બરે હોસ્પિટલમાં પ્રથમ વખત અંગદાન થયું હતુ. સપ્ટેમ્બર 2021 સુધીમાં ફક્ત 7 અંગદાનના કિસ્સા નોંધાયા હતા.અમદાવાદ  સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના (organ donation) સેવાયજ્ઞમાં 20  મહિનામાં 90  વ્યક્તિઓના અંગદાનથી 261 લોકોને નવજીવન મળ્યું છે.

સિવિલ હોસ્પિટલના  (Civil Hospital) સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની ટીમના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલમાં ફક્ત 11  મહિનામાં 83 અંગદાન થયા છે. જે હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને ઇચ્છાશક્તિથી જનકલ્યાણનું જવલંત ઉદાહરણ છે. એક જ દિવસમાં બે અંગદાન થયાના સિવિલ હોસ્પિટલમાં 10  જેટલા કિસ્સા નોંધાયા છે. અત્રે નોંધનીય છે કે, એક વ્યક્તિના અંગોના રીટ્રાઇવલમાં 5 થી 7 કલાક જેટલો સમય લાગતો હોય છે અને એક અંગના ટ્રાન્સપ્લાન્ટમાં પણ 7 કલાક જેટલો સમય લાગે છે.

સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં થયા  બે અંગદાન

બે અંગદાનની વિગતો જોઇએ તો, મહિસાગર જિલ્લાના 37  વર્ષીય પરેશકુમાર ડામોરને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોના અંગદાનના નિર્ણયથી તેમની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

જ્યારે 90 માં અંગદાનની વિગતમાં અરવલ્લીના નટુભાઇ બરંડા કે જેઓની ઉમર  52  વર્ષની હતી. તેમને માથાના ભાગમાં હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં 25  ઓગસ્ટે સધન સારવારના અંતે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા તેમના પણ બે કિડનીનું સફળતાપૂર્ણ દાન મળ્યું છે.

Organ donation in Civil hospital

Organ donation in Civil hospital

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી ડિસેમ્બર ૨૦૨૦ માં મળી હતી. સરકારી હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના આટલા ટૂંકા ગાળામાં 90 અંગદાન થકી 261જેટલા લોકોને નવજીવન આપતી સંભવિત પ્રથમ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે સંકળાયેલી ટીમ અને SOTTO (State Organ and Tissue Transplant Organization) ટીમના સુગમ્ય સમન્વય અને સઘન કામગીરીના પરિણામે જ અંગદાન ક્ષેત્રે આ સિધ્ધી હાંસલ થઇ છે. જીવથી જીવ બચાવવાના આ સેવાયજ્ઞમાં અમારી હોસ્પિટલમાં તબીબો સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્ણ દિવસ- રાત કાર્યરત રહે છે. રીટ્રાઇવલથી લઇ ટ્રાન્સપ્લાન્ટ સુધીની પ્રક્રિયા ખૂબ જ જટીલ અને સંવેદનશીલ છે. તદ્ઉપરાંત તબીબોની મહેનત રંગ લાવી છે અને આ પરિણામ મળ્યું છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/UyIFL3q
via IFTTT
I.T. engineer

إرسال تعليق