Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

આંધ્રપ્રદેશમાં એક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક, 100 મહિલા કામદારો બીમાર

Toxic gas leak from a factory in Andhra Pradesh 100 women workers sick

આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) આજે મંગળવારે એક ભયાનક ઘટના બની છે. આજે આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એક ફેક્ટરીના પ્લાન્ટમાંથી ઝેરી ગેસનું અચાનક લીક થવાનું શરૂ થયું. આ ફેક્ટરી પ્લાન્ટ અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ SEZમાં સ્થિત છે. ફેક્ટરીના પ્લાન્ટમાંથી અચાનક ગેસ લીક (gas leak) ​​થવાના કારણે સીડ પ્લાન્ટમાં કામ કરતી 100 મહિલા કામદારો બીમાર પડી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે. ગેસ લીક ​​થવા દરમિયાન તે તમામ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે, આ દૂરઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

ફેકટરીની મહિલા કર્મચારીઓને અચાનક ઉલ્ટી થવા લાગી હતી

આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એક ફેક્ટરી પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક ​​થતા પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓને અચાનક ઉલ્ટી થવા લાગી. ફેક્ટરીના પ્લાન્ટમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે ઘણા લોકો બીમાર પડ્યા હતા. ઝેરી ગેસ છોડવાને કારણે ત્યાં કામ કરતી 100 થી વધુ મહિલા કર્મચારીઓ બીમાર પડી હતી. મહિલાઓએ અચાનક ઉલ્ટી અને ઉબકા આવવાની ફરિયાદ કરી હતી. જે બાદ કેટલીક મહિલા કર્મચારીઓ બેહોશ થઈ ગઈ હતી.

કંપનીના માલિક મહિલાઓને લઈ ગયા હોસ્પિટલ

ફેક્ટરી પ્લાન્ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક ​​થવાને કારણે મહિલા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ અને ઉલ્ટી થવા લાગી હતી. જેથી ત્યાં અનેક મહિલા કર્મચારીઓ બેહોશ થઈને પડી ગયા હતા. આવી પરિસ્થિતિઓમાં કંપનીના માલિકે જવાબદારી લીધી અને મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. માલિકને જે પણ વાહન મળ્યું તેની મદદથી મહિલા કર્મચારીઓને દવાખાને લઇ જવાયા હતા. મુશિબતના સમયમાં માલિકે પોતાની કર્માચારીઓનો સાથ ના છોડયો.

ઝેરી ગેસ ક્યાંથી લીક થયો તે હજુ જાણી શકાયું નથી

ઝેરી ગેસ લીક ​​થવાની આ ઘટના અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ સેઝમાં બની હતી. ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક ​​ક્યાથી થયો છે. એ માહિતી હજુ સુધી મળી નથી. વહીવટીતંત્રનું કહેવું છે કે, બ્રાન્ડિક્સ ફેક્ટરીમાં કામ કરતા 100 થી વધુ મિલ કામદાર મહિલાઓ ઝેરી ગેસ લીક ​​થવાને કારણે બીમાર પડ્યા છે. આ ફેક્ટરીમાં કુલ 4 હજાર મહિલા કામદારો વિવિધ શિફ્ટમાં કામ કરે છે. અગાઉ બે મહિના પહેલા ગેસ લીકના કારણે અચ્યુતાપુરમ સેઝમાં 300 જેટલી મહિલા કર્મચારીઓ બીમાર પડી હતી. જે બાદ આંધ્રપ્રદેશ સરકારે એક કમિટીની રચના કરી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/XCt7uG1
via IFTTT
I.T. engineer

Post a Comment