સોશિયલ મીડિયાની દુનિયા એટલે વાયરલ વીડિયોનો (Viral Video) ખજાનો. અહીં તમને એકથી એક ચઢીયાતા વીડિયો જોવા મળશે જે તમને આશ્ચર્ય ચકિત કરી શકે છે. અહીં તમને રમૂજી, ભાવુક, ડાન્સ વગેરેને લગતા અનેક વીડિયો જોવા મળશે. હાલમાં વાયરલ થયેલો વીડિયો માનવતા (Humanity) માટે ખાસ છે. આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ છે. આ વીડિયોમાં દેખાતા કેટલાક લોકોએ એવુ કામ કરી બતાવ્યુ છે કે સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.
વીડિયોમાં દેખાય રહ્યું છે કે લોકોનું એક ગ્રુપ પહાડની ટોચ પરથી ગાયને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. અહીં લોકોએ મળીને આ બચાવ કાર્યને સફળ બનાવ્યું હતું. અહીં લોકો એક લાઈનમાં ઊભા રહ્યા અને દોરડું ફેંકીને ગાયને ઉપર ખેંચી અને તેનો જીવ બચાવ્યો. વીડિયો પોસ્ટ કરનાર યુઝર તેને મહારાષ્ટ્રના પનવેલનો હોવાનું જણાવી રહ્યા છે, જોકે હમણા સુધી તેની પુષ્ટિ થઈ શકી નથી. લોકોએ વીડિયો ખુબ શેયર કર્યો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકોનું એક ગ્રુપ પહાડ પરથી નીચે પડી ગયેલી ગાયને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન તેઓ એકબીજાને શક્તિ આપવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. સ્થિતિ જોઈને અનુમાન લગાવી શકાય છે કે જો તેણે અહીં સહેજ પણ ભૂલ કરી હોત તો ગાયની સાથે લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હોત. કલ્પના કરો જો એ તૂટી ગઈ હોત તો? આ પણ તે લોકોની તે વખતની સ્થિતીની કલ્પના પણ ના કરી શકીએ.
આ વીડિયોને r/HumansBeingBros નામના એકાઉન્ટ દ્વારા Reddit પર શેયર કરવામાં આવ્યો છે. આ સિવાય બીજા ઘણા લોકોએ આના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘ખરેખર, આવા લોકોને જોઈને સમજાય છે કે માનવતા હજુ પણ જીવિત છે.’ અન્ય એક યુઝરે વીડિયો જોયા પછી લખ્યું, ‘ખરેખર આ લોકોએ જે રીતે અવાજ વિનાના ગાયનો જીવ બચાવ્યો. તે મૂલ્યવાન છે.’
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/w5oMWtv
via IFTTT